________________
૩૬૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૮: ઉદ્દેશક-૧
પ્રથમ-અપ્રથમ
ઉદ્દેશકોનાં નામ :| १ पढमे विसाह मायदिए य, पाणाइवाय असुरे य ।
गुल केवलि अणगारे, भविए तह सोमिलट्ठारसे ॥ ભાવાર્થ :- આ ૧૮ મા શતકમાં દશ ઉદ્દેશક છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) પ્રથમ-અપ્રથમ (૨) વિશાખા (૩) માકન્દીય (૪) પ્રાણાતિપાત (૫) અસુર (૬) ગોળ (૭) કેવળી (૮) અણગાર (૯) ભવિક (૧૦) સૌમિલ વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં મુખ્ય અથવા આધ વિષયના આધારે પ્રત્યેક ઉદ્દેશકનું નામકરણ થયું છે. (૧) પઢઃ - જીવ વગેરેમાં પ્રથમ-અપ્રથમ સંબંધી નિરૂપણ પ્રારંભમાં હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ પ્રથમ’ છે. (૨) વિસાદ – પ્રારંભમાં વિશાખા નગરીમાં પ્રભુ મહાવીરના પદાર્પણનું પ્રતિપાદન હોવાથી બીજા ઉદ્દેશકનું નામ “વિશાખા” છે. (૩) માલિક-માનન્દીય પુત્ર અણગારના પ્રશ્નો હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ “માર્કદીય છે. (૪) પાણાવાવ :- પ્રાણાતિપાત સંબંધી પ્રશ્નોત્તર તેનો મુખ્ય વિષય હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ પ્રાણાતિપાત છે. (૫) અસુર - એક આવાસમાં ઉત્પન્ન થયેલા બે અસુરકુમાર દેવોની તરતમતા વિષયક પ્રથમ પ્રશ્ન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ “અસુર’ છે. (૬) ગુનઃ-ગોળ આદિ વસ્તુના વર્ણાદિનું કથન હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ ગોળ” છે. (૭) વતિ –પ્રારંભમાં કેવળી સંબંધી અન્યતીર્થિકોની માન્યતાનું નિરાકરણ હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ કેવળી છે. () મા II – ભાવિતાત્મા અણગારને લાગતી ક્રિયાનું નિરૂપણ હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ “અણગાર’ છે. (૯) વિ:- ૨૪ દંડકવર્તી જીવોમાં ભવિક(ભવિષ્ય ભાવની અપેક્ષા) દ્રવ્ય નારકત્વ આદિનું કથન