________________
પર
OR OS
શ્રી ભગવતી સૂત્ર–૪
શતક-૧૦ : ઉદ્દેશક-૧૦,૧૧
વાયુકાયિક
RO YOG
અધોલોકસ્થ વાયુકાયિક જીવોના મારણાન્તિક સમુદ્દાત :
१ वाउक्काइए णं भंते ! इमीसे रयणप्पभाए जाव जे भविए सोहम्मे कप्पे वाउ क्काइयत्ताए उववज्जित्तए, से णं पुच्छा ?
गोयमा ! जहा पुढविकाइओ तहा वाउकाइओ वि, णवरं वाउकाइयाणं चत्तारि समुग्धाया पण्णत्ता, तं जहा - वेयणासमुग्धाए जाववेडव्वियसमुग्धाए। मारणंतियसमुग्धाए णं समोहणमाणे देसेण वा समोहणइ, सेसं तं चैव जाव अहेसत्तमा समोहओ ईसिप भाराए ૩વવાહનો ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે વાયુકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં મારણાંતિક સમુદ્દાત કરીને સૌધર્મ દેવલોકમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થાય છે, તે સંબંધી પ્રશ્ન કરવો ?
ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોની સમાન વાયુકાયિક જીવોનું પણ કથન કરવું જોઈએ. વિશેષમાં વાયુકાયિક જીવોમાં ચાર સમુદ્દાત હોય છે. યથા– વેદના સમુદ્દાત, કષાય સમુદ્દાત, મારણાંતિક સમાત અને વૈક્રિય સમુદ્દાત. આ વાયુકાયિક જીવ મારણાન્તિક સમુદ્દાતથી સમવહત થઈને દેશ સમુદ્દાત કરે યાવત્ અધઃસપ્તમ સુધીની પૃથ્વીમાં સમુદ્દાત કરીને ઈષત્પ્રાક્ભારા પૃથ્વી સુધીના કોઈ પણ સ્થાનમાં વાયુકાયિક જીવો રૂપે ઉત્પન્ન થાય તે સંબંધી સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
ઊર્ધ્વ લોકસ્થ વાયુકાયિક જીવોના મારણાન્તિક સમુદ્દાત ઃ
२ वाउक्काइए णं भंते! सोहम्मे कप्पे समोहए, समोहणित्ता जे भविए इमीसेरयणप्पभाए पुढवीए घणवाए, तणुवाए, घणवायवलएसु, तणुवायवलएसु, वाडकाइयत्ताए उववज्जित्तए તે ખં મતે ! પુચ્છા ?
गोयमा ! तं चेव सव्वं भाणियव्वं । जहा सोहम्मे वाउक्काइओ सत्तसु वि पुढविसु उववाइओ एवं जावईसिप्पब्भाराए वाउक्काइओ जाव अहेसत्तमाए उववायव्वो ॥ सेव મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે વાયુકાયિક જીવ, સૌધર્મ દેવલોકમાં સમુદ્દાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાત, તનુવાત, ઘનવાત વલય અને તનુવાત વલયોમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થાય છે. તે જીવ