________________
૩૪૮
શ્રી ભગવતી સૂત્ર-૪
વિશેષ સ્પષ્ટ હોય તેને ચલના કહે છે. (૨) એજના જ જ્યારે શરીર, ઇન્દ્રિય કે યોગ દ્વારા પ્રગટ થાય ત્યારે તેને ચલના કહે છે. (૩) ઔદારિક શરીરાદિના ચાલવાથી ત~ાયોગ્ય પગલોનું જે પરિણમન થાય છે તેને ચલના કહે છે (૪) પોતાનું સ્થાન છોડીને સ્થાનાંતરિત થવાને ચલના કહે છે. સંક્ષેપમાં તે જ સ્થાનમાં રહેતાં કંપનને એજના અને સ્થાન પરિવર્તનરૂપ કંપનને ચલના કહે છે, તેમ સમજી શકાય. (૧) શરીર ચલના- પાંચ શરીર યોગ્ય પગલોનું શરીરરૂપે પરિણમન થવામાં શરીરનો જે વ્યાપાર છે, તેને શરીર ચલના કહે છે. (૨) ઇન્દ્રિય ચલના- ઇન્દ્રિય પ્રાયોગ્ય પગલોનું ઇન્દ્રિયના રૂપથી પરિણમન થવામાં ઇન્દ્રિયનો જે વ્યાપાર છે, તેને ઇન્દ્રિય ચલના કહે છે. (૩) યોગ ચલના- મન, વચન કે કાય પ્રાયોગ્ય પગલોનું મન વગેરે રૂપથી પરિણમનમાં યોગનિષ્ઠ જે વ્યાપાર છે, તેને યોગ ચલના કહે છે. તેના ઉત્તર ભેદ તેર છે. પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ. ચલનાના કારણ:१२ सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ-ओरालियसरीरचलणा, ओरालियसरीरचलणा?
गोयमा !जणंजीवा ओरालियसरीरे वट्टमाणा ओरालियसरीरपाओग्गाइंदव्वाई ओरालियसरीरत्ताए परिणामेमाणा ओरालियसरीरचलणंचलिंसुवाचलंति वा चलिस्संति वा; सेतेणट्टेणगोयमा ! जावओरालियसरीरचलणा, ओरालियसरीरचलणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ઔદારિક શરીર ચલનાને “ઔદારિક શરીર ચલના
ઉત્તર-હે ગૌતમ! જીવે ઔદારિક શરીરમાં વર્તતા, દારિક શરીર પ્રાયોગ્ય પુદ્ગલોને ઔદારિક શરીરપણે પરિણમાવવા માટે ભૂતકાળમાં ઔદારિક શરીરની ચલના કરી હતી, કરે છે અને કરશે. હે ગૌતમ! તેથી તેને “ઔદારિક શરીર ચલના' કહે છે. १३ सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ- वेउव्वियसरीरचलणा, वेउव्वियसरीरचलणा? गोयमा ! एवं चेव, णवर वेउव्वियसरीरे वट्टमाणा । एवं जावकम्मगसरीरचलणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે વૈક્રિય શરીર ચલનાને વૈક્રિય શરીર ચલના” કહે છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત વક્તવ્ય પ્રમાણે કહેવું જોઈએ. અહીં ઔદારિક શરીરના સ્થાને વૈક્રિય શરીરમાં વર્તતા” ઇત્યાદિ જાણવું જોઈએ. આ રીતે યાવત્ કાર્મણ શરીર ચલના સુધી જાણવું જોઈએ. १४ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-सोइंदियचलणा,सोइदियचलणा? ___ गोयमा ! जंणंजीवा सोइंदिये वट्टमाणा सोइंदियपाओग्गाइंदव्वाइंसोइंदियत्ताए परिणामेमाणा सोइदियचलणंचलिंसुवा चलंति वा चलिस्संति वा । सेतेणद्वेणं जाव सोइंदियचलणा । एवं जावफासिंदियचलणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે શ્રોતેન્દ્રિય ચલનાને “શ્રોતેન્દ્રિય ચલના’ કહે છે?