________________
૩રર |
શ્રી ભગવતી સૂત્ર-૪ |
છે, વૈરોચનેન્દ્ર બલિ છે ત્યાં સુધી કહેવું જોઈએ. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. | વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસુરકુમારદેવોના ઉત્તરદિશાના અધિપતિ બલીન્દ્રની સુધર્માસભાના સ્થાનવિષયક પ્રશ્ન છે. તેના ઉત્તરમાં સૂત્રકારે બલીના ઉત્પાતપર્વત, બલિચંચા રાજધાની, સપરિવાર સિંહાસનો અને સુધર્મા સભા આદિનું વર્ણન અમરેન્દ્ર પ્રમાણે જાણવાનો નિર્દેશ કર્યો છે અને શતક-૨/૮માં ચમરચંચા રાજધાનીનું સ્થાન અને જીવાભિગમ પ્રતિપત્તિ-૩ પ્રમાણે સુધર્મા સભાનું સ્થાન અને સ્વરૂપ વર્ણન છે. બલિચંચાનું સ્થાન -જંબૂદ્વીપના મેરુપર્વતથી ઉત્તર દિશામાં અસંખ્યાત યોજન દૂર અરુણોદય સમુદ્રમાં, તેની જગતીથી ઉત્તર દિશામાં ૪૨000 યોજન દૂર બલીન્દ્રનો તિગિચ્છકૂટ નામનો ઉત્પાત પર્વત છે. તે પર્વતની ઉત્તરમાં ૫૫,૩૫,૫૦,૦૦૦(છસો પંચાવન કરોડ, પાંત્રીસ લાખ, પચ્ચાસ હજાર) યોજન દૂર નીચે ઉતરવાનો માર્ગ છે. તે માર્ગ દ્વારા ૪૦,૦00 યોજન નીચે બલિચંચા રાજધાની છે અને તેમાં સુધર્મા સભા છે.
-
છે શતક ૧૬૯ સંપૂર્ણ છે
(C