________________
૩૨૦ |
શ્રી ભગવતી સત્ર-૪
गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવતુ મહાસુખી દેવ, લોકાન્તમાં રહીને અલોકમાં પોતાના હાથ યાવત્ ઉરુને સંકોચિત અને પ્રસારિત કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. १० सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ- देवे णं महिड्डिए जावलोगते ठिच्चा णो पभू अलोगसि हत्थंवा जावपसारेत्तए वा? ___ गोयमा ! जीवाणं आहारोवचिया पोग्गला, बोंदिचिया पोग्गला, कलेवरचिया पोग्गला, पोग्गलामेव पप्प जीवाण य अजीवाण य गइपरियाए आहिज्जइ, अलोए णं णेवत्थि जीवा,णेवत्थि पोग्गला;सेतेणटेणं गोयमा ! जावपसारेत्तए वा ॥ सेवं भंते! સેવં મતે ! I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મહદ્ધિક દેવ લોકાત્તમાં રહીને અલોકમાં પોતાના હાથ યાવતુ ઉરુને સંકોચિત અને પ્રસારિત કરવામાં સમર્થ નથી ?
ઉત્તર- હે ગૌતમ! જીવોના આહારોપચિત પુદ્ગલ, શરીરોપચિત પુદ્ગલ અને કલેવરોપચિત પુદ્ગલ જીવની ગતિને અનુસરે છે. તથા પુગલોને આશ્રિત જ જીવો અને અજીવોની ગતિપર્યાય કહી છે. અલોકમાં જીવ નથી અને પુદ્ગલ પણ નથી. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત દેવ ભાવતું અલોકમાં હાથપગ આદિ સંકોચિત અને પ્રસારિત કરવામાં સમર્થ નથી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
જીવની સાથે રહેલા પુદ્ગલ આહાર રૂપે, સૂક્ષ્મ શરીર રૂપે, સ્થૂલ કલેવર રૂપે તથા શ્વાસોચ્છવાસ આદિ રૂપે ઉપચિત થાય છે. પુદ્ગલ જીવાનુગામી સ્વભાવવાળા હોય છે. જે ક્ષેત્રમાં જીવ હોય છે, ત્યાં જ પુલની ગતિ થાય છે. આ રીતે પુલોને આશ્રિત જીવોનો અને પુલોનો ગતિધર્મ હોય છે. અર્થાત્ જે ક્ષેત્રમાં પગલ હોય છે તે જ ક્ષેત્રમાં જીવ અને પુદ્ગલોની ગતિ થાય છે. અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં જીવ અને પુદ્ગલ નથી અને તેથી તેની ગતિ પણ નથી.
(
| શતક ૧૬/૮ સંપૂર્ણ છે
( )