________________
શતક–૧૬: ઉદ્દેશક-૮
૩૧૯ ]
उवरिल्लंचरिमंतंएगसमएणंगच्छइ ?
हंता गोयमा ! परमाणुपोग्गले णं लोगस्स पुरथिमिल्लाओ चरिमंताओतंचेव जाव उवरिल्लं चरिमंतंगच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનુ ! પરમાણુ પુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વ ચરમાત્તથી પશ્ચિમ ચરમાન્તમાં; પશ્ચિમ ચરમાત્તથી પૂર્વ ચરમાન્તમાં દક્ષિણ ચરમાત્તથી ઉત્તર ચરમાન્તમાં ઉત્તર ચરમાત્તથી દક્ષિણ ચરમાન્તમાં ઉપરના ચરમાત્તથી નીચેના ચરમાન્તમાં અને નીચેના ચરમાત્તથી ઉપરના ચરમાન્તમાં શું જઈ શકે છે?
ઉત્તર-હા, ગૌતમ! પરમાણુ યુગલ એક સમયમાં લોકના પૂર્વના ચરમાત્તથી પશ્ચિમ ચરમાન્તમાં થાવત્ નીચેના ચરમાત્તથી ઉપરના ચરમાન્તમાં જઈ શકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પરમાણુના ગતિ સ્વભાવનું નિરુપણ છે.
પરમાણુ પુદ્ગલ સ્વભાવથી એક સમયમાં એક ચરમાત્તથી બીજા ચરમાન્ત સુધી જઈ શકે છે. વરસાદ જાણવાની પ્રવૃત્તિથી લાગતી ક્રિયા:|८ पुरिसे णं भंते ! वासं वासइ, वासंणो वासइत्ति हत्थं वा पायंवा बाहुं वा उरुं वा आउंटावेमाणे वा पसारेमाणे वा कइकिरिए ?
गोयमा !जावंच णं से पुरिसे वासंवासइ वासंणो वासइत्ति हत्थंवा जावळं वा आउंयवेइ वा पसारेइ वा,तावचणंसेपुरिसेकाइयाए जावपंचहिं किरियाहिं पुढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વરસાદ વરસે છે કે નહીં, તે જાણવા માટે કોઈ પુરુષ પોતાના હાથ, પગ, બાહુ અથવા ઉરુને સંકોચિત કરે અથવા પ્રસારિત કરે, તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! વરસાદ વરસે છે કે નહીં, તે જાણવા માટે જે પુરુષ પોતાના હાથ યાવતુ ઉરુને સંકોચિત કરે અથવા પ્રસારિત કરે, તે પુરુષને કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. વિવેચન :
મુશળધાર વરસાદનો ખ્યાલ તો દષ્ટિમાત્રથી કે તેના અવાજથી આવી જાય છે પરંતુ ઝરમર વરસતો વરસાદ સ્પર્શથી જાણી શકાય છે. તેમાં શરીરાવયવ સાથે પાણીનો સ્પર્શ થતાં અપુકાયના જીવોની વિરાધના થાય છે અને તેથી પાંચ ક્રિયા લાગે છે. છકાય જીવ રક્ષક શ્રમણો અન્ય ઉપાયથી સૂક્ષ્મ વરસાદની જાણકારી મેળવે છે. અલોક-ગમનનું દેવનું અસામર્થ્ય:|९ देवेणं भंते ! महिड्डिए जावमहासोक्खे लोगते ठिच्चा पभूअलोगसि हत्थं वा जाव उरुं वा आउंटावेत्तए वा पसारेत्तए वा?