________________
૩૧દ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ત્રિસંયોગી ભંગ– (૧) એકેન્દ્રિયોના દેશ-અનિદ્રિયોના દેશ-એક બેઇન્દ્રિયનો એક દેશ (૨) એકેન્દ્રિયોના દેશ – અનિદ્રિયોના દેશ – એક બેઇન્દ્રયના અનેક દેશ (૩) એકેન્દ્રિયોના દેશ – અનિદ્રિયોના દેશ – અનેક બેઇન્દ્રયના અનેક દેશ. જીવ પ્રદેશના ભંગ અસંયોગી ભંગ – (૧) એકેન્દ્રિયોના પ્રદેશ. હિસંયોગી ભંગ- (૧) એકેન્દ્રિયોના પ્રદેશ – એક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ (૨) એકેન્દ્રિયોના પ્રદેશ - અનેક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ. ત્રિસંયોગી ભંગ- (૧) એકેન્દ્રિયોના પ્રદેશ – અનિદ્રિયના પ્રદેશ – એક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ (૨) એકેન્દ્રિયોના પ્રદેશ – અનિન્દ્રિયના પ્રદેશ – અનેક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ.
આ રીતે તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય સાથે યથાશક્ય ભંગ થાય છે. રત્નપ્રભા આદિના ચરમાન્તોમાં જીવાજીવનું અસ્તિત્વઃ| ६ इमीसेणं भंते !रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते किं जीवा, जीव देसा, પુચ્છ ?
गोयमा !णो जीवा, एवं जहेव लोगस्स तहेव चत्तारि वि चरिमंता जावउत्तरिल्ले चरिमंते । उवरिल्ले चरिमंते जहा दसमसए विमला दिसा तहेव णिरवसेसं । हेट्ठिल्ले चरिमंतेजहेव लोगस्स हेट्ठिल्ले चरिमंतेतहेव, णवरं देसे पंचिंदिएसुतियभंगो त्ति सेसंतं चेव । एवं जहा रयणप्पभाए चत्तारि चरिमंता भणिया तहा सक्करप्पभाए वि, उवरिम हेट्ठिल्ला जहा रयणप्पभाए हेट्ठिल्ले । एवं जाव अहेसत्तमाए। एवं सोहम्मस्स वि जाव अच्चुयस्स । गेविज्जविमाणाणं एवं चेव, णवर उवरिम हेट्ठिल्लेसुचरिमतेसुदेसेसु पंचिंदियाण वि मज्झिल्लविरहिओ चेव, सेसंतहेव । एवं जहा गेवेज्ज विमाणा तहा अणुत्तरविमाणा वि,ईसिपब्भारा वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાત્તમાં જીવ છે, ઈત્યાદિ પ્રશ્ન.?
ઉત્તર- હે ગૌતમ! ત્યાં જીવ નથી પરંતુ જીવ દેશ અને જીવ પ્રદેશ છે, ઇત્યાદિ જે રીતે લોકના ચાર ચરમાત્ત કહ્યા છે, તે જ રીતે રત્નપ્રભાના ચાર ચરમાન્તોના વિષયમાં કથન કરવું યાવત ઉત્તરના ચરમાન્ત સુધી કહેવું જોઈએ. શતક-૧૦/૧માં કથિત વિમલા દિશાની વક્તવ્યતા અનુસાર આ રત્નપ્રભાના ઉપરી ચરમાન્તના વિષયમાં સંપૂર્ણ કથન કરવું જોઈએ. રત્નપ્રભા પૃથ્વીના અધસ્તન ચરમાત્તનું કથન, લોકના અધસ્તન ચરમાત્તની સમાન કરવું જોઈએ. વિશેષતા એ છે કે જીવ દેશના વિષયમાં પંચેન્દ્રિયોના ત્રણ ભંગ કહેવા જોઈએ. શેષ સર્વ કથન તે જ પ્રકારે કહેવું જોઈએ.
રત્નપ્રભા પૃથ્વીના ચાર ચરમાનોની સમાન શર્કરા પ્રભા પૃથ્વીના પણ ચાર ચરમાન્ત કહેવા જોઈએ. રત્નપ્રભા પૃથ્વીના નીચેના ચરમાત્તની સમાન શર્કરા પ્રભાના ઉપર અને નીચેના ચરમાન્તનું કથન કરવું જોઈએ. આ જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. સૌધર્મ દેવલોકથી અશ્રુત દેવલોકના વિષયમાં પણ તે જ પ્રકારે કહેવું જોઈએ. રૈવેયક વિમાનોના સંબંધમાં પણ તે જ પ્રકારે કહેવું જોઈએ. પરંતુ તેમાં