________________
શતક–૧૬: ઉદ્દેશક-૫
[ ર૭ |
तेणेव उवागच्छइ, उवागच्छित्ता मुणिसुव्वयं अरहं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ जावतिविहाए पज्जुवासणाएपज्जुवासइ । શદાર્થ-પફિઝનાગેને લહેરાવતા. ભાવાર્થ:- પ્રશ્ન- ત્યાર પછી ગૌતમ સ્વામીએ આશ્ચર્યપૂર્વક કહ્યું– અહો ! ભગવન્! આ ગંગદત્ત દેવ મહદ્ધિક યાવત મહાસુખી છે. હે ભગવન્! ગંગદત્ત દેવને તે દિવ્ય દેવદ્ધિ યાવતું કઈ રીતે પ્રાપ્ત થઈ, કઈ રીતે સ્વાધીન થઈ, કઈ રીતે સન્મુખ આવી છે?
ઉત્તર– શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું- હે ગૌતમ ! તે કાલે, તે સમયે આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં સહસામ્રવન નામનું ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં ગંગદત્ત નામના ગાથાપતિ રહેતા હતા. તે સાધન સંપન્ન હતા. યાવતું અપરિભૂત (સ્વ સામર્થ્ય નિર્ભર) હતા. તે કાલે, તે સમયે ધર્મની આદિ કરનારા યાવતુ સર્વજ્ઞ, સર્વદર્શી આકાશગત ચક્ર સહિત યાવતુ દેવો દ્વારા ધર્મધ્વજ લહેરાવાતા, શિષ્ય સમુદાયથી પરિવૃત્ત થયેલા શ્રી મુનિસુવ્રત સ્વામી પૂર્વાનુપૂર્વી વિચરતાં અને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં યાવતું સહસામ્રવન ઉદ્યાનમાં પધાર્યા; યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને વિચરવા લાગ્યા. પરિષદ વંદન કરવા માટે આવી, ધર્મોપદેશ સાંભળીને પર્યાપાસના કરવા લાગી. ગંગદત્ત ગાથાપતિએ ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના પદાર્પણની વાત સાંભળી. તે અતિ હર્ષિત અને સંતુષ્ટ થયા; સ્નાનાદિ કરીને શરીરને, અલંકૃત કરીને, પોતાના ઘેરથી પગપાળા નીકળ્યા અને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને, સહસામ્રવન ઉદ્યાનમાં શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે આવીને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કરીને, ત્રણ પ્રકારે પર્યાપાસના કરવા લાગ્યા. શ્રી મુનિસુવત પ્રભુનો સમાગમ - १० तएणं मुणिसुव्वए अरहागंगदत्तस्स गाहावइस्सतीसे यमहइ महालियाए परिसाए धम्मो कहिओ जावपरिसा पडिगया । तएणं सेगंगदत्तेगाहावइ मुणिसुव्वयस्स अरहओ अंतियं धम्म सोच्चा णिसम्म हट्टतुढे उठाए उढेइ, उठाए उठ्ठित्ता मुणिसुव्वयं अरहं वंदइ णमंसइ, वदित्ता णमसित्ता एवं वयासी- सद्दहामि णं भते !णिग्गंथ पावयणं जावसे जयंतुन्भेवयह,जंणवरं देवाणुप्पिया !जेटुपुत्तंकुडुंबेठावेमि,तएणं अहं देवाणुप्पियाणं अतिय मुंडे भवित्ता जावपव्वयामि । अहासुहं देवाणुप्पिया !मा पडिबंध । ભાવાર્થ :- શ્રી મુનિસુવ્રત સ્વામીએ તે ગંગદત્ત ગાથાપતિને તથા તે મહાન પરિષદને ધર્મકથા કહી. પરિષદ પાછી ગઈ. ગંગદત્ત ગાથાપતિ શ્રી મુનિસુવ્રત સ્વામી પાસેથી ધર્મ સાંભળીને; અવધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા. તેણે ઊભા થઈને ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! હુંનિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું યાવતુ આપના ઉપદેશ પર વિશ્વાસ કરું છું. “હે ભગવન્! હું મારા જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને આપ દેવાનુપ્રિયની સમીપે મુંડિત થઈને યાવતુ પ્રવ્રજિત થવા ઇચ્છું છું.” શ્રી મુનિસુવ્રત સ્વામીએ કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ આપને સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ ન કરો. ११ तएणंसे गंगदत्तेगाहावई मुणिसुव्वएणं अरहया एवं वुत्तेसमाणे हतुढे मुणिसुव्वयं