________________
શતક-૧૬
શતક-૧૬
પરિચય
૨૫૯
*
આ શતકમાં ૧૪ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયોનું વર્ણન છે.
*
પ્રથમ ઉદ્દેશકમાં પાપકર્મના કારણભૂત અધિકરણ અને પાપકર્મકરનાર અધિકરણીનું વિસ્તૃત વિવેચન છે. જ્યાં સુધી જીવમાં અવિરતિનો ભાવ અને મમત્વનો ભાવ છે ત્યાં સુધી તેના શરીર, ઇન્દ્રિય, યોગ તેમજ બાહ્ય સાધનો અને તેની કોઈ પણ પ્રવૃત્તિ તેના માટે અધિકરણરૂપ બને છે.
★
બીજા ઉદ્દેશકમાં ૨૪ દંડકના જીવોમાં જરા અને શોકનું અસ્તિત્વ, પાંચ પ્રકારના અવગ્રહ, સાવધનિરવદ્યભાષા અને કર્મ ચૈતન્યકૃત છે વગેરે વિષયનું પ્રતિપાદન છે.
★
ત્રીજા ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક (૧) બાંધતો બાંધે (૨) બાંધતો વેદે (૩) વેદતો બાંધે(૪) વેદતો વેદે આદિ ચાર વિકલ્પો દ્વારા કર્મબંધ અને ઉદયના પરસ્પરના સંબંધને સૂચિત કર્યો છે અને અંતે કાયોત્સર્ગમાં સ્થિત અણગારના મસા છેદનમાં લાગતી ક્રિયાનું નિરૂપણ છે.
* ચોથા ઉદ્દેશકમાં સંયમી સાધક અને નૈરયિકોની કર્મક્ષયની શક્તિની તરતમતાનું દૃષ્ટાંત સહિત પ્રતિપાદન છે.
★ પાંચમા ઉદ્દેશકમાં દેવોની શક્તિ, મહાશુક્ર દેવલોકના બે દેવોના પુદ્ગલ પરિણમન વિષયક વાર્તાલાપ અને તેના અનુસંધાનમાં ગંગદત્તદેવના પૂર્વભવનું નિરૂપણ છે.
★ છઠ્ઠા ઉદ્દેશકમાં સ્વપ્નોના પ્રકાર, પ્રભુ મહાવીરને છદ્મસ્થાવસ્થાની અંતિમ રાત્રે આવેલા દશ સ્વપ્નો, તેનું ફળ તેમજ અન્ય મોક્ષ ફળદાયક વિશિષ્ટ સ્વપ્નોનું કથન છે.
★ સાતમા ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક ઉપયોગ અને પશ્યત્તાની પ્રરૂપણા છે.
★
આઠમા ઉદ્દેશકમાં લોકના છ દિશાના ચરમાન્તમાં અને રત્નપ્રભા આદિ સાત પૃથ્વી, ૧૨ દેવલોક, નવ ત્રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, ઈષત્પ્રાક્ભારા પૃથ્વી આદિ ક્ષેત્રોના ચરમાન્તમાં જીવ અને અજીવનું અસ્તિત્વ; પરમાણુ પુદ્ગલનું ગમન સામર્થ્ય; વરસાદની જાણકારી મેળવવામાં લાગતી ક્રિયા; મહર્દિક દેવનું પણ અલોકમાં જવાનું અસામર્થ્ય વગેરે વિવિધ વિષયોનું કથન છે.
★
નવમા ઉદ્દેશકમાં વૈરોચનરાજ બલીન્દ્રની રાજધાની વિષયક નિર્દેશ છે.
* દશમા ઉદ્દેશમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક અવધિજ્ઞાન અને તેના બે ભેદનું નિરૂપણ છે. ૧૧ થી ૧૪ ઉદ્દેશકમાં ક્રમશઃ દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર અને સ્તનિતકુમાર, તે ચારે ભવનપતિદેવોના આહાર, ઉચ્છ્વાસ-નિશ્વાસ, લેશ્યા, ઋદ્ધિ આદિ વિષયક પ્રરૂપણા છે.
★
*****