________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| ૨૫૧ |
कूडाहच्चं भासरासिं करेज्जामि । ભાવાર્થ:- ત્યારપછી વિમલવાહન રાજા વડે બીજી વાર પણ રથના અગ્રભાગની ઠોકરથી નીચે પડી ગયેલા સુમંગલ અણગાર ધીરે ધીરે ઊઠશે અને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકશે, અવધિજ્ઞાનનો ઉપયોગ મુકીને વિમલવાહનના અતીતકાલને જોશે અને વિમલવાહન રાજાને આ પ્રમાણે કહેશે- તું વાસ્તવમાં વિમલવાહન રાજા નથી, તું દેવસેન રાજા નથી અને તું મહાપદ્મ રાજા પણ નથી. તું આ ભવથી પૂર્વના ત્રીજા ભવમાં શ્રમણોનો ઘાતક મખલિપુત્ર ગોશાલક હતો અને તું છદ્મસ્થ અવસ્થામાં જ મરી ગયો હતો. તે સમયે સર્વાનુભૂતિ અણગારે સમર્થ હોવા છતાં પણ તારા અપરાધોને સમ્યક્ટ્રકારે સહન કર્યા હતા, ક્ષમા કરી હતી, તિતિક્ષા કરી હતી અને શાંતિથી સહન કર્યું હતું. તે જ રીતે સુનક્ષત્ર અણગારે પણ યાવત શાંતિથી સહન કર્યું હતું. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પણ સમર્થ હોવા છતાં તેણે સહન કર્યું હતું, પરંતુ આ રીતે હું સહન કરીશ નહીં. હું તને મારા તપ-તેજથી ઘોડા-રથ અને સારથિ સહિત એક જ પ્રહારમાં કૂટાઘાતથી- અચૂક લબ્ધિ પ્રયોગથી ભસ્મીભૂત કરી દઈશ. ९३ तएणं से विमलवाहणे राया सुमंगलेणं अणगारेणं एवं वुत्ते समाणे आसुरुत्ते जाव मिसिमिसेमाणे समगल अणगार तच्च पि रहसिरेणं णोल्लावेहिइ। तएण से सुमगले अणगारे विमलवाहणेणं रण्णा तच्चं पिरहसिरेणं णोल्लाविए समाणे आसुरुत्ते जाव मिसिमिसेमाणे आयावणभूमिओ पच्चोरुहइ, पच्चोरुहित्ता तेयासमुग्घाएणंसमोहण्णिहिइ, तेयासमुग्घाएणं समोहणित्ता सत्तट्ठ पयाई पच्चोसक्किहिइ, सत्तट्ठ पयाइंपच्चोसक्कित्ता विमलवाहणं रायं सहयं सरह ससारहियं तवेण तेएणं जावभासरासिं करेहिइ । ભાવાર્થ - જ્યારે સુમંગલ અણગાર, વિમલ વાહન રાજાને આ પ્રમાણે કહેશે ત્યારે તે અત્યંત કુપિત થશે થાવત ક્રોધથી અત્યંત પ્રજ્વલિત થઈને ત્રીજી વાર રથનો અગ્રભાગ અથડાવીને સુમંગલ અણગારને નીચે પાડી દેશે. જ્યારે વિમલવાહન રાજા, રથનો અગ્રભાગ અથડાવીને સુમંગલ અણગારને ત્રીજી વાર પાડી નાખશે, ત્યારે સુમંગલ અણગાર, અત્યંત કુપિત થાવક્રોધાવેશથી ધમધમતા, આતાપના ભૂમિથી નીચે ઉતરશે. નીચે ઉતરીને તૈજસ સમુઘાત કરશે; તૈજસ સમુઘાત કરીને, સાત-આઠ પગલા પાછળ હટીને, પોતાની તપજન્ય તેજોલેશ્યાના એક જ આઘાત પ્રહારથી વિમલવાહન રાજાને ઘોડા, રથ અને સારથિ સહિત બાળીને ભસ્મીભૂત કરી નાખશે. સુમંગલ અણગારનું ભવિષ્ય :९४ सुमंगले णं भंते ! अणगारे विमलवाहणं रायंसहयं जावभासरासिंकरित्ता कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ?
__ गोयमा ! सुमंगले णं अणगारे विमलवाहणं रायं सहयं जावभासरासिं करित्ता बहूहिं छट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं विचित्तेहिं तवोकम्मेहिं अप्पाणंभावमाणे बहूई वासाइं सामण्णपरियागंपाउणेहिइ, पाउणित्ता मासियाए संलेहणाए सर्द्धि भत्ताई अणसणाए छेदेत्ता आलोइयपडिक्कतेसमाहिपत्तेउड्ढेचंदिम जावगेवेज्जविमाणावाससयं वीइवइत्ता सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववज्जिहिइ । तत्थ णं देवाणं अजहण्ण