________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
[ ૨૩૯]
નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં શાલકોપ્ટક નામનું ઉધાન હતું. ત્યાં એક પૃથ્વીશિલાપટ્ટ હતો. નગર, ઉદ્યાન, પૃથ્વીશિલાપટ્ટનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે શાલ-કોષ્ઠક ઉદ્યાનની નિકટ એક ગહન વન હતું. તે અત્યંત સઘન હોવાથી શ્યામ અને શ્યામ કાંતિયુક્ત પ્રતીત થતું હતું. તેથી જ તે મહામેઘના સમૂહની સમાન લાગતું હતું. તે પત્ર, પુષ્પ, ફલથી યુક્ત અને લીલુંછમ હોવાથી દેદીપ્યમાન અને અત્યંત સુશોભિત હતું. તે મેંઢિકગ્રામ નગરમાં રેવતી નામની ગાથાપત્ની રહેતી હતી. તે ઋદ્ધિસંપન્ન યાવત અપરાભૂત હતી. એકદા શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અનુક્રમે વિહાર કરતાં મેંઢિક ગ્રામ નગરની બહાર શાલકોપ્ટક ઉદ્યાનમાં પધાર્યા યાવત પરિષદ વંદના કરીને પાછી ફરી ગઈ. ભગવાન રોગગ્રસ્ત થવાથી લોકાપવાદ - ७४ तएणंसमणस्स भगवओ महावीरस्ससरीरगसि विपुलेरोगायंके पाउब्भूए उज्जले जावदुरहियासे, पित्तज्जरपरिगयसरीरे,दाहवक्कंतीए यावि विहरइ,अवियाईलोहियवच्चाई पिपकरेइ । चाउवण्णं वागरेइ- एवंखलुसमणे भगवंमहावीरेगोसालस्स मंखलिपुत्तस्स तवेणं तेएणं अण्णाइट्ठे समाणे अतो छह मासाणं पित्तज्ज-परिगयसरीरे दाहवक्कतीए छउमत्थे चेव कालं करिस्सइ। શબ્દાર્થ – વિચારું નોદિયવાડું લોહી ખંડવા, લોહીના ઝાડા. ભાવાર્થ :- સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શરીરમાં મહાપીડાકારી અત્યંત દાહજનક, પ્રગાઢ, કર્કશ, કર્ક, કષ્ટપૂર્વક સહન કરવા યોગ્ય તથા જેણે પિત્તજ્વર દ્વારા શરીરને વ્યાપ્ત કર્યો છે તેવો રોગ ઉત્પન્ન થયો. તે રોગના કારણે તેમના શરીરમાં અત્યંત દાહ-બળતરા થવા લાગી અને લોહીખંડવાલોહીના ઝાડા થવા લાગ્યા. ભગવાનની આ પીડા જોઈને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચારે વર્ણના મનુષ્યોમાં ચર્ચાઓ થવા લાગી અને તેઓ કહેવા લાગ્યા કે “શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, ગોશાલકના તપ-તેજથી પરાભૂત, પિત્ત અને જવરથી પીડિત થઈને છ માસના અંતે છાસ્થ અવસ્થામાં જ મૃત્યુને પ્રાપ્ત કરશે.” વિવેચન : - રોય પાઉ6મૂા:- રોગાતક ઉત્પન્ન થયો. ગોશાલકે શ્રાવસ્તી નગરીમાં પ્રભુ પર તેજોલેશ્યા મૂકી. તે તેજોવેશ્યાની અસર તે સમયે ન થઈ. ત્યાંથી તો પ્રભુએ શાતાપૂર્વક વિહાર કર્યો અને ગ્રામાનુગ્રામ વિચરતા છ મહીના પછી મેંઢિકગ્રામમાં પધાર્યા. ત્યાં તેમને તેજોવેશ્યાના પ્રભાવે લોહી-ખંડવા વ્યાધિ થયો. જેમ કમળો વગેરે રોગ ચાર-છ મહીને પ્રગટ થાય છે, સર્પ વગેરેના વિષની અસર પણ ચાર-છ મહીને થતી જોવા મળે છે તેમ ભગવાનને તત્કાલ અસર ન થતાં છ મહીના પછી અસર થઈ, તેથી સૂત્રકારે આ સૂત્રમાં રોય શબ્દ પ્રયોગ કર્યો છે.
તાત્પર્ય એ છે કે તેનો વેશ્યાનો પ્રભાવ વચ્ચેના સમયમાં ઉપશાંત થઈને રહ્યો હતો. ત્યારે જ પ્રભુએ પ્રામાનુગ્રામ વિચરણ કર્યું હતું. લોકાપવાદ સાંભળીને સિંહ અણગારનો શોક - ७५ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी सीहे णाम