________________
૨૨૨]
શ્રી ભગવતી સૂત્ર-૪
કરવા લાગ્યો, પરાભવકારી વચનોથી પરાભવ કરવા લાગ્યો, અનેક પ્રકારે નિર્ભર્સના કરવા લાગ્યો; કર્કશ વચનોથી અપમાનિત કરવા લાગ્યો; આ રીતે તિરસ્કારાદિ કરતાં ગોશાલકે કહ્યું- હું માનું છું કે આજે તું કદાચિત નષ્ટ થઈશ, કદાચિત્ આજે તું વિનષ્ટ થઈશ, કદાચિત્ આજે તું ભ્રષ્ટ થઈશ, કદાચિત્ આજે તું નષ્ટ-વિનષ્ટ અને ભ્રષ્ટ થઈશ, આજે તું જીવિત રહી શકીશ નહીં, મારાથી તારું શુભ થવાનું નથી. સર્વાનુભુતિ અણગારનું તેજોલેશ્યા દ્વારા મરણ:४८ तेणंकालेणंतेणं समएणंसमणस्स भगवओ महावीरस्स अंतेवासी पाईणजाणवए सव्वाणुभूई णामंअणगारे पगइभद्दए जावविणीए, धम्मायरियाणुरागेणं एयमटुंअसहमाणे उठाए उढेइ, उठ्ठित्ता जेणेव गोसाले मंखलिपुत्तेतेणेव उवागच्छइ, उवागच्छित्ता गोसालं मंखलिपुत्तं एवं वयासी-जे विताव गोसाला !तहारूवस्स समणस्स वा माहणस्स वा अंतियं एगमवि आरियं धम्मियं सुवयणं णिसामेइ, से वि ताव वंदइ णमंसइ जाव कल्लाणं मंगलं देवयं पज्जुवासइ, किमंग पुण तुमंगोसाला! भगवया चेव पव्वाविए, भगवया चेव मुंडाविए, भगवया चेव सेहाविए, भगवया चेव सिक्खाविए, भगवया चेव बहुस्सुईकए, भगवओ चेव मिच्छ विप्पडिवण्णे त मा एवं गोसाला ! णारिहसि गोसाला!सच्चेवतेसा छाया णो अण्णा । तएणंसेगोसाले मंखलिपुत्तेसव्वाणुभूणामेणं अणगारेण एवं वुत्ते समाणे आसुरुत्ते जावसव्वाणुभूई अणगारंतवेणं तेएणं एगाहच्च कूडाहच्चं भासरासिं करेइ । तएणं से गोसाले मंखलिपुत्ते सव्वाणुभूई अणगारंतवेणं तेएणंएगाहच्चंकूडाहच्चं भासरासिंकरित्ता दोच्वं पिसमणं भगवं महावीरं उच्चावयाहिं आउसणाहिं आउसइ जावसुहं णत्थि। ભાવાર્થ - તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી પૂર્વદેશમાં ઉત્પન્ન થયેલા સર્વાનુભૂતિ નામના અણગાર હતા, જે પ્રકૃતિથી ભદ્ર અને વિનીત હતા. તે પોતાના ધર્માચાર્ય પ્રત્યેના અનુરાગથી ગોશાલકના તે વચનોને મૌન ભાવે સહન કરી શકયા નહીં. તે પોતાના સ્થાનેથી ઊઠીને મખલિપુત્ર ગોશાલક પાસે જઈને મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે ગોશાલક! જે મનુષ્ય, તથારૂપના શ્રમણ-માહણ પાસે એક પણ આર્ય, ધાર્મિક, સુવચન સાંભળે છે, તેના માટે તે પુરુષ વંદનીય અને નમસ્કરણીય બની જાય છે યાવતુ તેમને કલ્યાણકારી, મંગલકારી, દેવરૂપ, જ્ઞાન સ્વરૂપ માનીને તેમની પર્યાપાસના કરે છે. હે ગોશાલક ! તો તારા માટે તો કહેવું જ શું? ભગવાને તને દીક્ષા આપી, તને શિષ્યરૂપે સ્વીકાર્યો, તને મુંડિત કર્યો, ભગવાને તને વ્રત અને સમાચારી શિખવી, ભગવાને તને શિક્ષિત કર્યો અને ભગવાને તને બહુશ્રુત બનાવ્યો. આટલું કરવા છતાં પણ તું ભગવાનની સાથે અનાર્યપણું કરી રહ્યો છે? હે ગોશાલક! તું આ પ્રમાણે ન કર. હે ગોશાલક! આ પ્રમાણે કરવું તારા માટે યોગ્ય નથી. તારું આ તે જ શરીર છે અન્ય નથી. સર્વાનુભૂતિ અણગારની વાત સાંભળીને ગોશાલક અત્યંત કુપિત થયો અને પોતાના તપ-તેજ દ્વારા એક જ પ્રહારમાં કૂટાઘાતની જેમ સર્વાનુભૂતિ અણગારને બાળીને ભસ્મીભૂત કરી નાંખ્યા. સર્વાનુભૂતિ અણગારને પોતાના તપ-તેજ દ્વારા એક જ પ્રહારમાં કૂટાઘાતની જેમ બાળીને ભસ્મીભૂત કરીને પુનઃ (બીજીવાર) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને અનેક પ્રકારના આક્રોશ વચનો કહેવા લાગ્યો યાવતું આજે મારાથી તારું શુભ થવાનું નથી.