________________
[ ૨૧૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
આજીવિક સંઘ સહિત ગોપાલક હાલાહલા કુંભારણની દુકાનેથી નીકળીને, અત્યંત રોષને ધારણ કરતો, શીધ્ર અને ત્વરિત ગતિથી શ્રાવસ્તી નગરીની વચ્ચેથી પસાર થઈને કોષ્ઠક ઉદ્યાનમાં, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવી પહોંચ્યો. આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીથી ન અતિ દૂર, ન અતિ નજીક ઊભા રહીને શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહેવા લાગ્યો- હે આયુષ્યમાન્! કાશ્યપ ! આપ મારા વિષયમાં ઠીક કહો છો; હે આયુષ્યમાન્ કાશ્યપ! આપ મારા વિષયમાં સારું કહો છો કે મખલિપુત્ર ગોશાલક મારા ધર્માન્તવાસી (શિષ્ય) છે, ગોશાલક મારો ધર્માન્તવાસી (શિષ્ય) છે, પરંતુ આપને જ્ઞાન હોવું જોઈએ કે
જે સંખલિપુત્ર ગોશાલક તમારો ધર્માન્તવાસી(શિષ્ય) હતો, તે તો પવિત્ર અને પવિત્ર પરિણામવાળો થઈને કાળના સમયે કાળધર્મ પામીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો છે. હું તો કંડિકાયન ગોત્રીય ઉદાયી છું. મેં ગૌતમ-પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને, મખલિપુત્ર ગોશાલકના શરીરમાં પ્રવેશ કરીને, આ સાતમો પટ્ટપરિહાર(શરીરાત્તર પ્રવેશ) કર્યો છે. હે આયુષ્યમકાશ્યપ! અમારા સિદ્ધાંતાનુસાર જે જીવો મોક્ષમાં ગયા છે, જાય છે અને જશે, તે સર્વ ચોર્યાશી લાખ મહાકલ્પ(કાલ વિશેષ) સાત દેવ ભવ, સાત સંયૂથનિકાય, સાત સંજ્ઞી ગર્ભ(મનુષ્ય ગર્ભાવાસ) સાત પ૩૬ પરિહાર(શરીરાત્તર પ્રવેશ) અને ૫,૬૦,૦૩ (પાંચ લાખ સાઠ હજાર છસો ત્રણ)કર્મોના ભેદોનો અનુક્રમે ક્ષય કર્યા પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણને પ્રાપ્ત કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. ભૂતકાળમાં જીવોએ આ પ્રમાણે કર્યું હતું, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે. ४१ से जहा वा गंगा महाणयी जओ पवूढा, जहिं वा पज्जुवत्थिया, एस णं अद्धा पंचजोयणसयाई आयामेणं, अद्धजोयणं विक्खंभेणं, पंच धणुसयाई उव्वेहेणं, एएणं गंगापमाणेणंसत्तगंगाओसा एगा महागंगा,सत्त महागंगाओ सा एगा सादीणगंगा,सत्त सादीणगंगाओ सा एगा मच्चुगंगा, सत्त मच्चुगंगाओ सा एगा लोहियगंगा, सत्त लोहियगंगाओ,साएगा आवतीगंगा,सत्त आवतीगंगाओसाएगा परमावती.एवामेव सपुवावरेणंएगंगंगासयसहस्संसत्तरिसहस्सा छच्च गुणपण्णगंगासया भक्तीतिमक्खाया। ભાવાર્થઃ- જે રીતે ગંગાનદી અર્ધા યોજન પહોળી, ઉદ્દગમથી સમાપ્તિ સુધીમાં ૫00 યોજન લાંબી અને પાંચસો ધનુષ્ય ઊંડી છે. આ પ્રમાણવાળી સાત ગંગા મળીને એક મહાગંગા બને છે. સાત મહાગંગા મળીને એક સાદીનગંગા બને છે. સાત સાદીનગંગા મળીને એક મૃત્યુગંગા બને છે. સાત મૃત્યુગંગા મળીને એક લોહિતગંગા બને છે. સાત લોહિતગંગા મળીને એક અવન્તી ગંગા બને છે. સાત અવન્તી ગંગા મળીને એક પરમાવતી ગંગા બને છે. આ રીતે પૂર્વાપર મળીને ૧,૭૦,૬૪૯ ગંગા નદીઓ થાય છે. ४२ तासिंदुविहे उद्धारे पण्णत्ते,तंजहा-सुहमबोंदि-कलेवरेचेव बायरबोंदि-कलेवरे चेव । तत्थ णंजे से सुहमबोदिकलेवरे से ठप्पे । तत्थ णंजे से बायरबोदि-कलेवरे तओ णं वाससए गए वाससए गए एगमेगं गंगावालुयं अवहाय जावइएणं कालेणं से कोटे खीणे, णीरए, णिल्लेवे, णिट्ठिए भवइ सेत्तं सरे सरप्पमाणे । एएणं सरप्पमाणेणं तिण्णि सर-सय-साहस्सीओ से एगे महाकप्पे, चउरासीई महाकप्पसय-सहस्साई से एगे महामाणसे।