________________
શતક–૧૫: ગોશાલક અધ્યયન
૨૧૧
વિસ્તીર્ણ, ફેણ ચડાવીને વિસ્તૃત કરવામાં દક્ષ, લુહારની ભઠ્ઠીમાં ધમણ વડે વાયુ ભરતા થતાં ધમ ધમ અવાજની જેમ ધમધમાયમાન શબ્દોવાળો, અનિવારિત ઉગ્ર અને તીવ્ર રોષવાળો, ત્વરિત, ચપલ, ધમધમાયમાન શબ્દ કરનારો ઇત્યાદિ વિશેષણોથી યુક્ત એક દષ્ટિ-વિષ સર્પનો તેમને સ્પર્શ થયો. સ્પર્શ થતાં જ તે દષ્ટિ-વિષ સર્પ અત્યંત કુપિત થયો યાવત્ શીઘ્રતાપૂર્વક ઊઠ્યો અને ફૂંફાડા મારતો સડસડાટ કરતો રાફડાના શિખર પર ચઢી ગયો; ચઢીને તેણે સૂર્ય તરફ જોયું. સૂર્ય તરફથી દષ્ટિ દૂર કરીને તે મહા સર્ષે વ્યાપારી વર્ગની તરફ અનિમેષ દષ્ટિથી ચારે તરફ જોયું. તે દષ્ટિ વિષ સર્પની અનિમેષ દષ્ટિ માત્રથી તત્ક્ષણ પાત્ર અને ઉપકરણો સહિત તે વણિકો, એક જ પ્રહારથી કુટાઘાત- પાષાણમય મહાયંત્રના આઘાતની સમાન બળીને ભસ્મીભૂત થઈ ગયા. તે વણિકમાંથી જે વણિક તેમનો હિતકામી વાવનિઃશ્રેયસકામી હતો, તેના પર અનુકંપા કરીને તે નાગરૂપ દેવે તેને તેના સામાન સહિત તેના નગરમાં મૂકી દીધો. ३६ एवामेव आणंदा ! तव वि धम्मायरिएणं धम्मोवएसएणं समणेणं णायपुत्तेणं ओराले परियाए आसाइए, ओराला कित्तिवण्ण-सहसिलोगासदेवमणुयासुरेलोए पुवंति, गुवति थुवति- इतिखलु समणे भगवं महावीरे, इतिखलुसमणे भगवं महावीरे । तंजइ मे से अज्ज किंचि वि वदइ तो णं तवेणं तेएणं एगाहच्चं कूडाहच्चं भासरासिं करेमि, जहा वा वालेणं ते वणिया । तुमंच णं आणंदा !सारक्खामि, संगोवामि, जहा वा से वणिए तेसि वणियाणं हियकामए जावणिस्सेसकामए आणुकंपियाए देवयाए सभंड जाव साहिए, तं गच्छ णं तुमं आणंदा ! तव धम्मायरियस्स धम्मोवएसगस्स समणस्स णायपुत्तस्स एयमट्ठ परिकहेहि। ભાવાર્થ:- આ રીતે હે આનંદ ! તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક જ્ઞાતપુત્ર શ્રમણ મહાવીરે પણ ઉપર્યુક્ત વણિકો જેવી જ ઉદાર-શ્રેષ્ઠ અવસ્થાને પ્રાપ્ત કરી છે. શ્રમણ ભગવાન મહાવીરની સર્વદિવ્યાપી પ્રસિદ્ધિરૂપ કીર્તિ, એક દિવ્યાપી પ્રસિદ્ધિરૂપ વર્ણ, અર્ધ દિવ્યાપી પ્રસિદ્ધિરૂપ શબ્દ અને તે જ સ્થાનમાં વ્યાપેલી પ્રસિદ્ધિરૂપ શ્લાઘા; દેવ, મનુષ્ય અને અસુર સહિત આ લોકમાં ગુંજી રહી છે, ફેલાઈ રહી છે, વ્યાપી રહી છે. ચારે દિશામાં તેમની સ્તુતિ થઈ રહી છે, તેઓ અભિનંદિત થઈ રહ્યા છે. “શ્રમણ ભગવાન મહાવીર', “શ્રમણ ભગવાન મહાવીર’ આ રૂપે તેઓ સર્વત્ર પ્રસિદ્ધ થઈ ગયા છે. જો તે આજે મને કાંઈ પણ કહેશે, તો જે રીતે સર્ષે એક જ દષ્ટિના પ્રહારથી વણિકોને કૂટાઘાતની સમાન બાળીને ભસ્મીભૂત કર્યા, તે જ રીતે હું પણ તેમને મારા તપ-તેજથી બાળીને ભસ્મીભૂત કરી નાખીશ. હે આનંદ ! જે રીતે વણિકોના તે હિતકામી થાવત્ નિઃશ્રેયસકામી વણિક પર નાગદેવે અનુકંપા કરી અને તેને ભંડોપકરણ સહિત પોતાના નગરમાં પહોંચાડી દીધો, તે જ રીતે હું તારું સંરક્ષણ અને સંગોપન કરીશ. હે આનંદ ! તેથી તું જા અને તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રને આ વાત કહી દે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીરને ધમકી આપવા માટે તેના શિષ્ય આનંદ નામના શ્રમણને ગોશાલક દ્વારા કહેવાયેલા એક દષ્ટાંતનું નિરૂપણ છે.
જે રીતે વણિકોએ અતિ લોભ છોડ્યો નહીં તો તેનો સર્વનાશ થયો. તે જ રીતે પ્રભુ પણ હવે યશોકીર્તિનો વધારે લોભ રાખશે અને ગોશાલકના વિષયમાં કંઈપણ બોલશે તો તેમાં કોઈ લાભ નથી. આ