________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૧૮૯]
તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા યાવત્ પરિષદ ધર્મોપદેશ સાંભળીને પાછી ગઈ. તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ અંતેવાસી, ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ અણગાર છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા કરતા હતા, ઇત્યાદિ શતક ૨/૫ “નિગ્રંથ' ઉદ્દેશક અનુસાર ગોચરીને માટે ફરતા હતા, ત્યારે ગૌતમસ્વામીએ અનેક મનુષ્યોના શબ્દો સાંભળ્યા ત્યારે અનેક લોકો પરસ્પર આ પ્રમાણે કહેતા હતા કે- હે દેવાનુપ્રિયો! મખલિપુત્ર ગોશાલક “જિન” થઈને પોતાને “જિન” કહેતો યાવત સ્વયંને જિન હોવાનો પ્રચાર કરે છે. તેની તે વાત કેવી રીતે માની શકાય ? લોકો પાસેથી આ પ્રમાણે સાંભળીને અને અવધારણ કરીને, પ્રશ્ન પૂછવાની જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે તેવા ગૌતમસ્વામી પ્રભુ પાસે આવ્યા; આવીને પ્રભુને આહાર પાણી બતાવ્યા. વંદન નમસ્કારપૂર્વક પ્રભુની પર્કપાસના કરતા તેમણે આ પ્રમાણે પૂછ્યું,- હે ભગવન્! હું છઠ્ઠના પારણે ગૌચરી માટે ફરતો હતો. ત્યાં લોકોના મુખેથી આ વાત સાંભળી ઇત્યાદિ સર્વ કથન જાણવું. યાવત ગોપાલક પોતાને તીર્થકરરૂપે વિખ્યાત કરે છે તો તેનું આ કથન કઈ રીતે સત્ય હોઈ શકે છે? હે ભગવન્! હું આપના શ્રીમુખેથી મખલિપુત્ર ગોશાલકના ઉત્થાન સંબંધી વૃત્તાંત સાંભળવા ઇચ્છું છું. ગોશાલકનો જીવન પરિચય:
५ गोयमा !त्ति समणे भगवंमहावीरे भगवंगोयम एवं वयासी-जण्णंगोयमा!से बहुजणे अण्णमण्णस्स एवमाइक्खइ जावपरूवेइ- एवं खलु गोसाले मंखलिपुत्ते जिणे जिणप्पलावी जावपगासेमाणे विहरई' तंणं मिच्छा । अहं पुण गोयमा ! एवमाइक्खामि जावपरूवेमि-एवंखलु एयस्सगोसालस्स मंखलिपुत्तस्स मखलिणाममंखेपिया होत्था। तस्सणं मखलिस्समखस्स भदाणामभारिया होत्था,सकुमाल पाणिपाया जावपडिरूवा। तएणं सा भद्दा भारिया अण्णया कयाइगुव्विणी यावि होत्था। ભાવાર્થ:- હે ગૌતમ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું- હે ગૌતમ! અનેક મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહે છે કે “પંખલિપુત્ર ગોશાલક “જિન” થઈને અને પોતાને “જિન” કહેતો યાવત તીર્થકરરૂપે વિખ્યાત કરતો વિચરે છે.” આ વાત મિથ્યા છે, હે ગૌતમ! હું આ પ્રમાણે કહું છું, પ્રરૂપણા કરું છું કે મખલિપુત્ર ગોશાલકના પિતા મંખ જાતિના હતા અને તેનું નામ મંખલિ હતું. તે મખલિ નામના મંખને ભદ્રા નામની ભાર્યા હતી. તે સુકુમાર હાથ પગવાળી વાવનું મનોહર હતી. કોઈ એક સમયે તે ભદ્રા ભાર્યા ગર્ભવતી બની.
६ तेणं कालेणं तेणं समएणं सरवणे णामं सण्णिवेसे होत्था । रिद्ध-स्थिमिक्समिद्धा जावसण्णिभप्पगासे, पासाईए जावपडिरूवे । तत्थ णंसरवणे सण्णिवेसे गोबहुले णाम माहणे परिवसइ, अड्डे जावअपरिभूए, रिउव्वेद जावसुपरिणिट्ठिए यावि होत्था । तस्सणं गोबहुलस्स, माहणस्स गोसाला यावि होत्था । तएणं से मखली मखे अण्णया कयाइ भद्दाए भारियाए गुव्विणीए सद्धिं चित्तफलगहत्थगए मखत्तणेणं अप्पाणं भावेमाणे पुव्वाणुपुट्विं चरमाणेगामाणुगामंदूइज्जमाणे जेणेव सरवणे सण्णिवेसेजेणेव गोबहुलस्स माहणस्स गोसाला तेणेव उवागच्छइ,उवागच्छित्ता गोबहुलस्स माहणस्स गोसालाए एगदेसंसि भंडणिक्खेवं करेइ, करेत्ता सरवणे सण्णिवेसे उच्चणीयमज्झिमाइंकुलाई