________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
[ ૧૮૭]
અને દશમા નૃત્યમાર્ગને પોત-પોતાના પતિદર્શનથી પૂર્વશ્રુતમાંથી ઉદ્ભૂત કરીને મંખલિપુત્ર ગોશાલકને શિખવ્યા હતા. | ३ तएणं से गोसाले मंखलिपुत्ते तेणं अटुंगस्स महाणिमित्तस्स केणइ उल्लोयमेत्तेणं
सव्वेसिं पाणाणं, सव्वेसि भूयाणं, सव्वेसिंजीवाणं, सव्वेसिं सत्ताणं इमाइंछ अणइक्कम णिज्जाइवागरणाइवागरेड.त जहा-लाभ.अलाभ.सह. दक्ख.जीविय.मरणतहा। तएणं से गोसालेमंखलिपुत्तेतेणं अटुंगस्स महाणिमित्तस्स केणइ उल्लोयमेत्तेणं सावत्थीए णयरीए अजिणेजिणप्पलावी,अणरहा अरहप्पलावी,अकेवली केवलिप्पलावी,असव्वण्णू सव्वण्णुप्पलावी, अजिणे जिणसदं पगासेमाणे विहरइ। ભાવાર્થ:- ત્યાર પછી તે મખલિપુત્ર ગોશાલક કોઈપણ વ્યક્તિને જોતાં જ તે અષ્ટાંગ નિમિત્તના આધારે સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વોને માટે આ છ વસ્તુઓ(તત્ત્વો)નું ચોક્કસ રીતે નિરૂપણ કરવા લાગ્યો. તે છ વિષય આ પ્રમાણે છે– (૧) લાભ (૨) અલાભ (૩) સુખ (૪) દુઃખ (૫) જીવન (૬) મરણ. ત્યાર પછી મંખલિપુત્ર ગોશાલક અષ્ટાંગ મહાનિમિત્ત દ્વારા કોઈને જોવા માત્રથી, સાચું નિમિત્ત બતાવતાં જિન ન હોવા છતાં હું જિન છું આ રીતે પ્રલાપ કરતો, અરિહંત ન હોવા છતાં હું અરિહંત છું', આ રીતે મિથ્યા પ્રલાપ કરતો, કેવળી ન હોવા છતાં હું કેવળી છું’ આ રીતે મિથ્યા ભાષણ કરતો, સર્વજ્ઞ ન હોવા છતાં ‘હું સર્વજ્ઞ છું', તેવો પ્રલાપ કરતો, જિન નહોવા છતાં પણ જિનપણાની પોતાની કીર્તિ ફેલાવતો અર્થાતુ પોતાના માટે “જિન” વિશેષણનો પ્રયોગ કરતો શ્રાવસ્તી નગરીમાં વિચરતો હતો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાંથી પ્રથમ સૂત્રમાં આજીવિકા મતની ઉપાસિકા હાલાહલા કુંભારણનો પરિચય આપ્યો છે, પછીના સૂત્રોમાં મખલિપુત્ર ગોશાલકની આજીવિકા મતના પ્રચાર માટેની પ્રવૃત્તિનું દર્શન કરાવ્યું છે. ઇનો સુય દેવયા ભવ:- ટીકાકાર અભયદેવ સૂરિ કૃત ભગવતી સૂત્રની ટીકામાં આ સૂત્રની વ્યાખ્યા જોવા મળતી નથી. સંભવ છે કે તે સમયે આ સૂત્ર પાઠ ન હોય અને ટીકાકારના સમય પછી લેખનના મંગલાચરણ માટે આ પાઠ લખવામાં આવ્યો હોય. આ સંભાવનાને લક્ષ્યમાં રાખી પ્રસ્તુત સંસ્કરણમાં આ પાઠને કસમાં રાખ્યો છે. છ લિવર :- દિશાના અભિગ્રહ સાથે વિચરણ કરનારા શ્રમણને દિશાચર કહે છે. તેવા તીર્થકર પાર્શ્વનાથની પરંપરાના પૂર્વધારી છ શ્રમણોએ ગોશાલકને પોતાના પૂર્વ જ્ઞાનના આધારે નિમિત્ત જ્ઞાન આપ્યું હતું અને ગોશાલકે કુશળતાપૂર્વક તે જ્ઞાનના આધારે ભવિષ્ય કથન કરી, લોકો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું.
કવિ૬yધ્વયં મા૫:- (૧) દિવ્ય (૨) ઔત્પાત (૩) અંતરિક્ષ (૪) ભૌમ (૫) અંગ (૬) સ્વર (૭) લક્ષણ (૮) વ્યંજન. પૂર્વગત શ્રુતાધારિત આ આઠ પ્રકારના નિમિત્તશાસ્ત્રો છે. તેને અષ્ટાંગનિમિત્ત કહે છે. અહીં મૂળ પાઠમાંfmમિત પદ અધ્યાહાર છે.મા રસ પદના બે અર્થ થઈ શકે છે. યથા- (૧) અષ્ટાંગ નિમિત્ત, નવમું પૂર્વગત શ્રુત અને દશમું નૃત્ય-ગીત માર્ગ છે. (૨) પૂર્વગત અષ્ટાંગ નિમિત્ત અને દશમું માર્ગ. તેમાં ગીત માર્ગ અને નૃત્યમાર્ગ બંનેનો સમાવેશ થતો હોવાથી નવમું ગીત માર્ગ અને દશમું નૃત્યમાર્ગ. આ રીતે દશ ભેદ થાય છે.