________________
શતક-૧૩ : ઉદ્દેશક-૧૦
OR
D
શતક-૧૩ : ઉદ્દેશક-૧૦
સમુદ્ઘાત
છાજ્ઞસ્થિક સમુદ્ઘાતઃ
१ कइ णं भंते ! छाउमत्थिय समुग्धाया पण्णत्ता ?
૧૧૧
ROR zÕવ્ઝ
गोयमा ! छ छाउमत्थिया समुग्धाया पण्णत्ता, तं जहा -' • वेयणासमुग्धाए एवं छाउमत्थिय समुग्घाया णेयव्वा, जहा पण्णवणाए जाव आहारगसमुग्धाए । ॥ सेवं भंते! સેવ મતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! છાદ્યસ્થિક સમુદ્દાતના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! છાવસ્થિક સમુદ્દાતના છ પ્રકાર છે યથા– વેદના સમુદ્દાત ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના છત્રીસમા ‘સમુદ્દાત' પદ અનુસાર યાવત્ આહારક સમુદ્દાત સુધી કહેવું જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના છત્રીસમા ‘સમુદ્દાત પદ’ના અતિદેશપૂર્વક છ છાદ્ધસ્થિક સમુદ્દાતનું નિરૂપણ કર્યું છે.
સમુદ્દાત :– (૧) વિશેષ પરિસ્થિતિમાં પોતાના આત્મપ્રદેશોનું બહાર પ્રક્ષેપણ કરવું તે ક્રિયાને સમુદ્દાત કહે છે અથવા (૨) સમ = એકી સાથે, ઉર્દૂ = ઉત્કૃષ્ટપણે, ઘાત = કર્મોનો ઘાત. જે ક્રિયામાં એકી સાથે ઉત્કૃષ્ટપણે કર્મોનો ઘાત–નિર્જરા થાય તે ક્રિયાને સમુદ્દાત કહે છે.
સમુદ્દાતનું પ્રયોજન ઃ– જેમ કોઈ પક્ષીની પાંખો પર અત્યંત ધૂળ છવાઈ ગઈ હોય ત્યારે તે પક્ષી પોતાની પાંખ ફેલાવી(ફફડાવી)ને તેના પર છવાયેલી ધૂળને ખંખેરી નાંખે છે તેમ આત્મા પણ બદ્ધ કર્મના અણુઓને ખંખેરવા માટે સમુદ્દાત નામની ક્રિયા કરે છે. આત્મા અસંખ્ય પ્રદેશી હોવા છતાં પણ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું તેનું શરીર પરિમિત હોય છે. આત્મપ્રદેશોમાં સંકોચ-વિસ્તારનો ગુણ હોવાથી આત્મપ્રદેશો પોતાને મળેલા શરીર અનુસાર વ્યાપ્ત થઈ શકે છે. તેમ છતાં કેટલીકવાર, કેટલાક કારણોથી આત્મા પોતાના પ્રદેશોને શરીરની બહાર ફેલાવે છે અને પાછા સંકોચી લે છે. આ ક્રિયાને જ જૈન પરિભાષામાં સમુદ્દાત કહે છે. સમુદ્દાત સાત છે, તેના સ્વરૂપ માટે જુઓ– પ્રજ્ઞા.પદ-૩, ભગવતી શ.-૨/ર પૃષ્ટ ૨૮૧.
|| શતક ૧૩/૧૦ સંપૂર્ણ ॥ || શતક ૧૩ સંપૂર્ણ ॥