________________
| ૧૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ઉત્તર- હે ગૌતમ ! માયી અણગાર વિકર્વણા કરે છે, અમાથી અણગાર વિદુર્વણા કરતા નથી. માયી અણગાર તે વિદુર્વણા રૂપ પ્રમાદ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મને પ્રાપ્ત થાય, તો તે આરાધક થતા નથી અને અમાયી અણગાર તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલધર્મને પ્રાપ્ત કરે છે, તે આરાધક થાય છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારની વિવિધ રૂપોની વિદુર્વણા કરવારૂપ વૈક્રિય શક્તિનું નિરૂપણ છે. શતક-૩/પ માં પણ આ જ રીતે અણગારની વૈક્રિય શક્તિનું કથન છે. બંને ઉદ્દેશકોમાં વિષયની ભિન્નતા છે છતાં કંઈક સમાનતા પણ છે. હંવિIM , વહસ્થછિન્નMિ - પ્રસ્તુત સૂત્રોમાંવિકર્વણા માટે જે-જે દષ્ટાંતો આપ્યા છે. તેમાં હંસ વગેરેના દાંતોમાં અણગાર સ્વયં તદુરૂપ(તેવી જ હંસાદિ રૂ૫)ની વિકર્વણા કરે છે અને હાથમાં ચક્ર, ચાંદીની પેટી આદિ દષ્ટાંતોમાં અણગાર વિફર્વણા કરીને તે વસ્તુને હાથમાં રાખે છે. પરંતુ સ્વયં તરૂપ બને નહીં. નો વેવ ને સંપત્તી - આ સંક્ષિપ્ત પાઠ છે. વિસ્તૃત પાઠ શતક-૩/૪ અને ૩/૫ માં છે. અણગાર એક કે અનેક વિવિધરૂપો વિકર્વિત કરી શકે છે. તેનું ઉત્કૃષ્ટ સામર્થ્ય આખો જંબૂદ્વીપ ભરાય તેટલા એક પ્રકારના રૂપો બનાવવાનું છે પણ તેમ કોઈ કરતા નથી. તેમ કરવાનું કોઈ પ્રયોજન પણ નથી. પ્રયોજનવશ કે કુતૂહલથી એક કે અનેક રૂપો બનાવતા હોય છે.
અમાથી-માયીની વિકર્વણા-અવિકર્વણા અને આરાધના-વિરાધના આદિ વિષયોના સ્પષ્ટીકરણ માટે જુઓ– શતક ૩/૪ અને ૩/૫.
શતક ૧૩/૯ સંપૂર્ણ
()