________________
[ ૧૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
वइरभारं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ પુરુષ, ચાંદીની પેટી લઈને ગમન કરે છે, તે જ રીતે કોઈ ભાવિતાત્મા અણગાર પણ ચાંદીની પેટી લઈને(આ પ્રકારના રૂપની વિદુર્વણા કરીને) સ્વયં આકાશમાં ઊંચે ઊડી શકે છે?
ઉત્તર- હા ગૌતમ! ઊડી શકે છે. આ સર્વ કથન પૂર્વવતુ જાણવું જોઈએ. આ જ રીતે સુવર્ણની પેટી, રત્નોની પેટી, વજની પેટી, વસ્ત્રોની પેટી અને આભૂષણોની પેટી લઈને આકાશમાં ગમન કરી શકે છે. આ જ રીતે વાંસની ચટાઈ, શુમ્બકટ– વીરણ ઘાસની ચટાઈ, ચર્મકટ– ચામડાની ચટાઈ, કે કંબલકટ– ઊનની કંબલ તથા લોખંડનો ભાર, તાંબાનો ભાર, કલઈનો ભાર, શીશાનો ભાર, ચાંદીનો ભાર, સોનાનો ભાર અને વજનો ભાર લઈને(આ સર્વ રૂપોની વિદુર્વણા કરીને) ઊંચે આકાશમાં ઊડી શકે છે. તે સર્વ વર્ણન રસ્સી બાંધેલા ઘડાના સૂત્રાલાપકની જેમ જાણવું યાવતુ જેબૂદ્વીપ ભરાય જાય તેટલા રૂપો બનાવવાની શક્તિ છે, પણ કયારે ય તેટલા રૂપો કર્યા નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
४ से जहाणामए वग्गुली सिया,दो विपाए उल्लंबिया उल्लंबिया उड्डेपाया अहोसिरा चिट्ठज्जा; एवामेव अणगारे वि भावियप्पा वग्गुलीकिच्चगएणं अप्पाणेण उड्ड वेहास વિMા ?
हंता गोयमा ! चिट्ठज्जा । एवं जावणो चेव णं संपत्तीए । एवं जण्णोवइय वत्तव्वया णिरवसेसा भाणियव्वा जहा तइयसए पंचमुद्देसए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેમ કોઈ વાગુલપક્ષિણી-ચામાચીડીયા પોતાના બંને પગથી વૃક્ષાદિને પકડી ઊંચે પગ અને નીચે માથુ રહે તેમ ઉંધા માથે લટકે છે, તેમ ભાવિતાત્મા અણગાર સ્વયં વાગુલપક્ષિણીના રૂપની વિદુર્વણા કરીને ઊંચે આકાશમાં ઉંધા માથે રહી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ! રહી શકે છે. આ રીતે સર્વકથન કરવું યાવત ક્રિયાન્વિત કરતા નથી. આ જ રીતે યજ્ઞોપવીતની (જનોઈવાળા વ્યક્તિની) સંપૂર્ણ વક્તવ્યતા શતક-૩/પ સમાન કહેવી જોઈએ. અર્થાત્ જે રીતે કોઈ બ્રાહ્મણ ગળામાં જનોઈ પહેરીને ગમન કરે છે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ તેવા રૂપની વિદુર્વણા કરીને ગમન કરી શકે છે. | ५ से जहाणामए जलोया सिया, उदगंसि कायं उव्विहिया उव्विहिया गच्छेज्जा; एवामेव अणगारे वि भावियप्पा जलोयाकिच्चगएणं अप्पाणेणं जावगच्छेज्जा?
हंता गोयमा ! गच्छेज्जा ! एवं जावणो चेवणं संपत्तीए जाव विउव्विस्संति વI ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ જળો(પાણીમાં રહેનારો બેઇન્દ્રિય જીવ) પાણીમાં પોતાના શરીરને સંકોચી સંકોચીને પાણીમાં ગમન કરે છે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ તેવા જ રૂપની વિફર્વણા કરીને જળોની જેમ ગમન ક્રિયા કરી શકે છે?
ઉત્તર- હા ગૌતમ ! તે જ રીતે ગમન કરી શકે છે. આ રીતે સંપૂર્ણ આલાપક જાણવો યાવત