________________
૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
सिज्झिहिइ जावसव्वदुक्खाणं अंतं काहिइ । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- તે કાલે, તે સમયે રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની નિકટ અસુરકુમારોના ૬૪ લાખ આવાસ છે. અભીચિકુમાર અનેક વર્ષો પર્યત શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને અને અર્ધમાસિક સંખનાથી ત્રીસ ભક્ત અનશનનું છેદન કરીને, તે પાપાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના, મૃત્યુના સમયે મૃત્યુ પામીને રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની નિકટ, અસુરકુમાર દેવોના ૬૪ લાખ આવાસોમાંથી કોઈ આવાસમાં આતાપ જાતિમાં અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક આતાપ જાતિના અસુરકુમાર દેવોની સ્થિતિ એક પલ્યોપમની કહી છે. અભીચિ દેવની સ્થિતિ પણ એક પલ્પોપમની છે.
પ્રશ્ન- હે ભગવન્! અભીચિ દેવ આયુ ક્ષય, સ્થિતિ ક્ષય અને ભવ ક્ષય કરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને તપ સંયમની આરાધના કરીને, સિદ્ધ થશે સર્વ દુઃખોનો અંત કરશે. ./ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અભીચિકુમારની ગતિ સૂચિત કરી છે. અભીચિકુમાર શ્રાવક હોવા છતાં પણ તેને ઉદાયન રાજા પ્રતિ વૈરભાવ હતો. તેમણે અનેક વર્ષો પર્યત શ્રાવકવ્રતનું પાલન કર્યું. પરંતુ તે પિતાની હિતચિંતાને સમજી શક્યા નહીં. પિતાનું વર્તન તેના અંતરમાં શલ્યની જેમ ખૂંચી રહ્યું હતું. જીવનના અંતે સંખનાની આરાધના કરી પરંતુ ભૂતકાળમાં ખૂંચેલું શલ્ય કાઢયું નહીં. તપ વગેરેની સાધના કરવી સરળ છે, પરંતુ સરળ પરિણામે કષાયોનો, શલ્યનો ત્યાગ કરવો ખરેખર કઠિન છે. તેથી જ અભીચિકુમાર અંત સમયે તેની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મને પ્રાપ્ત થયા. તેથી તે અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયા. અન્યથા શ્રાવકની ગતિ વૈમાનિક દેવની જ હોય છે. માયાવા અસુરકુમાર:-આતાપ, અસુરકુમાર દેવોમાંઆતાપ નામની એકવિશિષ્ટ પ્રકારની જાતિ છે, તેમ સમજવું. fજાર રિસામતે–નરકાવાસોની વચ્ચે, નરકની વચ્ચે, નરકથી ઘેરાયેલા. અસુરકુમાર આદિ દશેય ભવનપતિ દેવોના ભવન પ્રથમ નરકમૃથ્વીમાં ત્રીજા આંતરામાં એટલે સમભૂમિથી ૪૦,૦૦૦(ચાલીસ હજાર) યોજન નીચે છે. તે કારણે અહીં અસુરકુમાર દેવોના ૬૪ લાખ ભવનોને નરકની વચ્ચે કહ્યા છે. ખરેખર ભવનપતિદેવોના સમસ્ત ભવન નરકભૂમિમાં જ છે, નરકાવાસોની વચ્ચે એટલે તે ભવન ઉપર-નીચે બંને તરફ નરકાવાસોથી ઘેરાયેલા છે.
શતક ૧૩/૬ સંપૂર્ણ છે
તે