________________
શતક–૧૩: ઉદ્દેશક-૬
-૧
|
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પૂર્વાનુપૂર્વી વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં, ચંપાનગરીના પૂર્ણભદ્ર ઉધાનમાં પધાર્યા, ત્યાં યથાયોગ્ય સ્થાન ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. | ५ तेणं कालेणं तेणं समएणं सिंधूसोवीरेसु जणवएसु वीतीभए णामंणयरे होत्था, वण्णओ। तस्सणं वीतीभयस्सणयरस्स बहिया उत्तरपुरथिमे दिसिभाए एत्थणं मियवणे णामं उज्जाणे होत्था । सव्वोउयपुप्फफल-समिद्धे, वण्णओ। तत्थ णं वीतीभएणयरे उदायणे णामं राया होत्था, वण्णओ । तस्स णं उदायणस्स रण्णो पभावई णामं देवी होत्था, वण्णओ। तस्सणंउदायणस्सरण्णोपउमावई णामदेवी होत्था,सुकुमालपाणिपाया, वण्णओ । तस्स णं उदायणस्स रण्णो पुत्ते पभावईए देवीए अत्तए अभीइणामं कुमारे होत्था, सुकुमाल पाणिपाए एवं जहा सिवभद्दे जावपच्चुवेक्खमाणे विहरइ । तस्स ण उदायणस्स रण्णो णियए भाइणिज्जे केसी णामकुमारे होत्था । सुकुमाल पाणिपाए जाव सुरूवे । से णं उदायणे राया सिंधूसोवीर-पामोक्खाणं सोलसण्ह जणवयाण, वाताभयप्पामोक्खाण तिण्हतेसट्ठीण णयरागरसयाण,महसेणप्पामोक्खाणंदसण्हं राईण बद्धमउडाणं विदिण्णछत्तचामस्वालवीयणाणं, अण्णेसिंच बहूणं राईसस्तलवर जाव सत्थवाह-पभिईणं आहेवच्चं, पोरेवच्चं जावकारेमाणे, पालेमाणे; समणोवासए अभिगयजीवाजीवे जावविहरइ । ભાવાર્થ - તે કાલે, તે સમયે સિંધુસૌવીર દેશમાં વીતિભય નામનું નગર હતું. તે વીતિભય નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશા(ઈશાન કોણ)માં મૃગવન નામનું ઉધાન હતું. તે સર્વ ઋતુઓના પુષ્પાદિકથી સમૃદ્ધ હતું. તે વીતિભય નગરમાં ઉદાયન નામના રાજા હતા. તે મહાહિમવાન મલય અને મંદરપર્વત સમાન બળવાન અને ઇન્દ્ર સમાન શ્રેષ્ઠ હતા. ઉદાયન રાજાને પદ્માવતી નામની રાણી હતી. તે સુકુમાર હાથ-પગવાળી હતી. તેમજ તેને પ્રભાવતી નામની રાણી પણ હતી. તે પણ સુકુમાર હાથ પગ આદિ વિશેષણ યુક્ત હતી. તે ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી રાણીનો આત્મજ ‘અભીચિ' નામનો કુમાર હતો. તે સુકુમાર હતો. તેનું વર્ણન શિવભદ્રની સમાન જાણવું જોઈએ, યાવત તે રાજ્યની દેખરેખ કરતો વિચરણ કરતો હતો. ઉદાયન રાજાનો સગો ભાણેજ “કેશી’ નામનો કુમાર હતો. તે પણ સુકુમાર અંગોપાંગવાળો અને સુરૂપ હતો. તે ઉદાયન રાજા, સિંધુ સૌવીર આદિ સોળ દેશ, વીતિભય પ્રમુખ ૩૩ નગર અને તેટલી જ આકર-ખાણના સ્વામી હતા. છત્ર, ચામર આદિથી યુક્ત મહાસેન પ્રમુખ દશ મુગટબદ્ધ રાજાઓ અને અન્ય અનેક રાજા, યુવરાજ, તલવર(કોટવાલ), સાર્થવાહ આદિ તેને આધીન હતા. તેના પર આધિપત્ય કરતા અને રાજ્યનું પાલન કરતા તે વિચારતા હતા. તે જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક હતા. નગરી, ઉધાન, રાજા, રાણી, રાજકુમાર આદિનું વર્ણન ઔપપાતિક સૂત્રોનુસાર જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉદાયન રાજાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. ઉદાયન રાજા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે ભૌતિકક્ષેત્રે સમૃદ્ધ હતા. તે જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રે પણ સમૃદ્ધ બનવા માટે પ્રયત્નશીલ હતા. પ્રભુ