________________
૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેને ચમરચંચ આવાસ કહેવાય છે? અમરેન્દ્ર, અમરચંચ નામના આવાસમાં કેમ રહેતા નથી ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે મનુષ્યલોકમાં ભવનોની બહારનો ઓટલો-પરસાળ વગેરે વિશ્રામ સ્થળ, બગીચામાં વિશ્રાંતિ માટે બનાવેલા સ્થળ, નગર નિર્માણ ગૃહ- નગરની બહારના વિશ્રામ સ્થળ ફુવારાવાળા સ્થળ હોય છે. તે સ્થાનોમાં અનેક મનુષ્યો અથવા સ્ત્રીઓ ક્રીડા માટે, વિશ્રામ માટે, ભ્રમણ માટે જાય છે. તેઓ ત્યાં જઈને બેસે છે, ઊઠે છે, શયન કરે છે, ઇત્યાદિ વર્ણન રાજપ્રશ્રીય સૂત્રોનુસાર જાણવું. તેઓ ત્યાં પૂર્વોપાર્જિત શુભકર્મોના ફળ સ્વરૂપે સુખનો અનુભવ કરે છે. પરંતુ ત્યાં તે લોકો સ્થાયી નિવાસ કરતા નથી. તેના નિવાસ-સ્થાન અન્ય સ્થાને હોય છે. તે જ રીતે હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો અમરચંચ નામનો આવાસ, કેવળ આનંદ-પ્રમોદ માટે છે. તેના નિવાસસ્થાન અન્યત્ર હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે અમરેન્દ્ર ચમચંચ આવાસમાં નિવાસ કરતા નથી. તેથી તેને ચમરેન્દ્રનો આવાસ કહે છે.
હે ભગવન ! આ(ભાવ) આ જ પ્રકારે છે, હે ભગવન્! આ(ભાવ) આ જ પ્રકારે છે, એમ કહી, ગૌતમ સ્વામી વિચરવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહનગર અને ગુણશીલ ઉધાનમાંથી નીકળી બહારના સ્થાનમાં વિચરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસુરકુમારોના ઇન્દ્ર ચમરના આવાસનું વર્ણન છે. જેમાં શતક-૨ ઉદ્દેશક-૮નો સંકેત કરીને પાઠ સંક્ષિપ્ત કર્યો છે.
આ સૂત્રોમાં આવાસનું કથન હોવા છતાં ખવર સૂચક પાઠમાં આવાસ પર્વત શબ્દ પ્રયોગ પણ છે.
આ સુત્રનું વર્ણન જોતાં જણાય છે કે– ચમરેદ્રની રાજધાનીમાં જવાનો માર્ગ તિગિચ્છકૂટ નામના ઉપપાત પર્વતથી ૬,૫૫,૩૫,૫૦,000 યોજન દૂર છે અને આ આવાસ(આવાસ-પર્વત) પણ રાજધાનીથી (એટલે રાજધાનીમાં જવાના તે માર્ગથી) ૬,૫૫,૩૫,૫૦,૦00 યોજન દૂર અરુણોદક સમુદ્રમાં છે. આ રીતે ઉપપાત પર્વત સમુદ્રી કિનારાથી ૪૨000 યોજન દૂર છે અને ત્યાંથી રાજધાનીનો માર્ગ અને તે માર્ગથી આવાસ(આવાસ પર્વત) તેટલો જ દૂર અરુણોદક સમુદ્રમાં છે.
વાં બાણ - અહીં વિશેષતા માત્ર નામોની બતાવી છે. તેમાં ઉત્પાત પર્વતનું નામ, રાજધાનીનું નામ અને ચમચંચ આવાસનું નામ કહ્યું છે. ત્યારપછી રાજધાનીની પરિધિ સૂચક પાઠનો અંતિમ શબ્દ છે. ઉદાયન નરેશ -
४ तेणं कालेणं तेणं समएणं चंपा णाम णयरी होत्था, वण्णओ। पुण्णभद्दे चेइए, वण्णओ । तएणं समणे भगवं महावीरे अण्णया कयाइ पुव्वाणुपुट्विं चरमाणे जाव विहरमाणे जेणेव चंपाणयरी जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव વિરફુI ભાવાર્થ:- પ્રશ્ન- તે કાલે, તે સમયે ચંપા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનું ઉધાન હતું. એકદા