________________
| શતક-૧૩ઃ ઉદ્દેશક-૪
[
૩]
५९ अहम्मत्थिकारणंभंते ! केवइएहिं धम्मत्थिकायपएसेहिंपुढे? गोयमा !असंखेज्जेहिं। ___केवइएहिं भते !अहम्मत्थिकायपएसेहिं पुढे? गोयमा !णत्थि एक्केण वि। सेसंजहा धम्मत्थिकायस्स । एवं एएणंगमएणं सव्वेविसट्ठाणए णत्थि एक्केण विपुडा । परटुाणए आइल्लएहिं तिहिं असंखेजेहिं भाणियव्वं,पच्छिल्लएसुअणता भाणियव्वा। जाव
अद्धासमयेणं भंते ! केवइएहिं अद्धासमएहिं पुढे ? गोयमा ! णत्थि एक्केण वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધર્માસ્તિકાયદ્રવ્ય, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તરહે ગૌતમ! અસંખ્ય પ્રદેશોને સ્પર્શે છે.
પ્રશ્ન- હે ભગવન્! તે અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે?
ઉત્તર- હે ગૌતમ! એક પણ પ્રદેશને સ્પર્શતું નથી. શેષ સર્વ કથન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. આ જ રીતે સર્વદ્રવ્ય સ્વ સ્થાનમાં એક પણ પ્રદેશને સ્પર્શતા નથી અને પરસ્થાનમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણેના અસંખ્ય પ્રદેશોને સ્પર્શે છે અને અંતિમ ત્રણ-જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા-સમયના અનંત પ્રદેશોને સ્પર્શે છે. યાવત
પ્રશ્ન- હે ભગવન્! અદ્ધા સમય, કેટલા અદ્ધા સમયોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! એકે ય અદ્ધાસમયને સ્પર્શતો નથી. વિવેચન :
પૂર્વ સૂત્રોમાં છ દ્રવ્યોના પ્રદેશોની પરસ્પર સ્પર્શનાનું નિરૂપણ છે અને પ્રસ્તુત સૂત્રોમાં ધર્માસ્તિકાયાદિ સંપૂર્ણ દ્રવ્યની અન્ય દ્રવ્યોના પ્રદેશો સાથે સ્પર્શના વિષયક નિરૂપણ છે.
કોઈપણ દ્રવ્યના એક પ્રદેશની પૃચ્છા હોય ત્યારે તે દ્રવ્યના અન્ય સમસ્ત પ્રદેશો અવશેષ રહે છે. તેથી સ્વદ્રવ્યના પ્રદેશો સાથે તેની સ્પર્શના થાય છે. આ કારણે સૂત્રમાં એક દ્રવ્યના પ્રદેશની છએ દ્રવ્યના પ્રદેશો સાથે સ્પર્શનાનું કથન છે પરંતુ સંપૂર્ણ એક દ્રવ્યની પૃચ્છામાં તે દ્રવ્યનો કોઈ પણ ભાગ અવશેષ રહેતો નથી, તેથી સ્વદ્રવ્યના પ્રદેશો સાથે તેની સ્પર્શના થતી નથી. શેષ પાંચ દ્રવ્યોના પ્રદેશો સાથે સ્પર્શના થાય છે. આ કારણે પ્રસ્તુત સૂત્રોમાં છએ દ્રવ્યોની પોતાથી ભિન્ન પાંચ-પાંચ દ્રવ્યોના પ્રદેશો સાથે સ્પર્શના કહી છે અને સ્વદ્રવ્યના પ્રદેશ સાથે સ્પર્શનાનો નિષેધ કર્યો છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે અને જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાલ દ્રવ્યના અનંત પ્રદેશો છે. તેથી છએ દ્રવ્યો સાથે ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યોના અસંખ્ય પ્રદેશોની સ્પર્શના થાય છે અને જીવ આદિ ત્રણ દ્રવ્યોના અનંત પ્રદેશોની સ્પર્શના થાય છે. વિશેષ માટે આગળનો કોષ્ટક જુઓ.
આકાશાસ્તિકાય લોકાલોકમાં વ્યાપ્ત છે. અલોકમાં અન્ય એક પણ દ્રવ્ય નથી માટે અલોકગત આકાશાસ્તિકાય પાંચ દ્રવ્યોના કોઈ પણ પ્રદેશને સ્પર્શે નહીં અને લોકગત આકાશાસ્તિકાય પાંચે દ્રવ્યના પ્રદેશોને સ્પર્શે છે તેથી તેની સાથે પાંચે દ્રવ્યની સ્પર્શના ભજનાથી થાય છે.
કાલદ્રવ્ય અઢીદ્વીપમાં જ છે તેથી પાંચે દ્રવ્ય સાથે તેની સ્પર્શના ભજનાથી હોય છે.