________________
શતક-૧૩: ઉદ્દેશક-૪ .
૪૩ |
અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક સંબંધી અનિષ્ટ થાવ મનને પ્રતિકૂળ સ્પર્શનો અનુભવ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નારકોને થતાં સ્પર્શ(દુઃખ)નું નિરૂપણ છે. નારકોને ક્ષેત્રજન્ય વેદનાનો અનુભવ સતત કરવો પડે છે. નારકોને તેની આસપાસની સર્વ વસ્તુઓનો સ્પર્શ પ્રતિકુળ જ થાય છે. તે જ રીતે નારકો પાંચે સ્થાવર સંબંધી પ્રતિકૂલ અનુભવ કરે છે. નરકમાં બાદર અગ્નિ નથી પરંતુ ત્યાં સ્વભાવથી જ અને પરમાધામી દેવો દ્વારા વિકર્વિત ઉષ્ણ યુગલો હોય છે. તેનો સ્પર્શ અગ્નિ જેવો હોય છે. તેની અપેક્ષાએ તેજસુકાયના સ્પર્શનું કથન સમજવું. અનિષ્ટ સમસ્ત જીવોને અરુચિકર હોવાથી અનિચ્છનીય, અકાત- અણગમો ઉત્પન્ન કરે તેવો. અપ્રિયદ્રષોત્પાદક, અમનોશ- સતત દુઃખજનક, અમનામ- મનને પ્રતિકૂળ. (૩) સાતે નરકમાં પરસ્પર નાના-મોટાપણું:| ८ इमाणं भंते ! रयणप्पभापुढवी दोच्चं सक्करपभंपुढविंपणिहाय सव्वमहतिया बाहल्लेणं, सव्वखुड्डिया सव्वतेसु, पुच्छा? हंता गोयमा ! एवं जहा जीवाभिगमे बिइए णेरइयउद्देसए। શબ્દાર્થ:-ળદાય- તેની અપેક્ષાએ તેનું ચારે દિશાઓના વિભાગમાં. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી, શર્કરાપ્રભા પૃથ્વી કરતા જાડાઈની અપેક્ષાએ સર્વથા મોટી અને ચારે દિશાઓમાં લંબાઈ-પહોળાઈમાં સર્વથા નાની છે?
ઉત્તર- હા, ગૌતમ! તેમ છે. આ પ્રમાણે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા નૈરયિક ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ કથન કરવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સંક્ષિપ્ત સુત્રમાં સાતે નરકની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આદિની અપેક્ષાકૃત ન્યુનાધિકતા કહી છે. ગાથામાં આ દ્વારનું નામ પણિહી-પ્રણિધી છે. રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ અન્ય સર્વ નરકોની અપેક્ષાએ અધિક છે. તેની જાડાઈ-સ્થૂલતા ૧,૮0,000 યોજનની છે. ત્યાર પછીની પૃથ્વીઓની જાડાઈ ક્રમશઃ ઓછી-ઓછી છે. બીજી નરકની ૧,૩૨,000, ત્રીજી નરકની ૧,૨૮,000, ચોથી નરકની ૧,૨૦,000 પાંચમી નરકની ૧,૧૮,000, છઠ્ઠી નરકની ૧,૧૬,000 અને સાતમી નરકની ૧,૦૮,000 યોજનની જાડાઈ છે. લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વી, અન્ય પૃથ્વીઓથી હીન છે. તેની લંબાઈ પહોળાઈ કેવળ એક રજૂ પરિમાણ છે. બીજી નરકની બે રજુ, આ રીતે ત્યાર પછીની પૃથ્વીઓની લંબાઈ પહોળાઈ ક્રમશઃ એક-એક રજુ વધતાં સાતમીનરકની લંબાઈ-પહોળાઈ સાત રજ્જુ છે. (૪) નરકાવાસોમાં સ્થિત એકેન્દ્રિય જીવો મહાકર્મી :| ९ इमीसे णं भंते ! रयणप्पभा पुढवीए णिरयपरिसामंतेसुजे पुढविक्काइया जाव वणस्सइकाइया तेणंजीवा किंमहाकम्मतरा चेव, महाकिरियतरा चेव, महासवतरा चेव,