________________
[ ૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
चेव, महाकिरियतरा चेव, महासवतरा चेव, महावेयणतरा चेव; णो तहा अप्पकम्मतरा चेव,णोअप्पकिरियतराचेव,णो अप्पासवतराचेव,णोअप्पवेयणतराचेव; अप्पिड्डियतरा चेव, अप्पजुइयतरा चेव;णोतहा महिड्डियतरा चेव,णो महज्जुइयतरा चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! તે નરકાવાસમાં રહેલા નૈરયિકો છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીમાં રહેલા નૈરયિકોની અપેક્ષાએ શું (૧) મહાકર્મવાળા (૨) મહાક્રિયાવાળા (૩) મહાશ્રવવાળા અને (૪) મહા વેદનાવાળા છે? તમઃપ્રભાસ્થિત નૈરયિકોની અપેક્ષાએ તે શું (૫) અલ્પકર્મ (૬) અલ્પક્રિયા (૭) અલ્પાશ્રય અને (૮) અલ્પવેદનાવાળા નથી? શું (૯) તે નૈરયિકો અત્યંત અલ્પઋદ્ધિવાળા (૧૦) અત્યંત અલ્પ યુતિવાળા હોય છે? શું તે (૧૧) મહાઋદ્ધિ (૧૨) મહાધુતિવાળા નથી ?
ઉત્તર- હા, ગૌતમ! તે નરકાવાસોમાં રહેલા નૈરયિકો છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વીમાં રહેલા નૈરયિકોની અપેક્ષાએ (૧) મહાકર્મવાળા (૨) મહાક્રિયાવાળા (૩) મહાશ્રવવાળા અને (૪) મહા વેદનાવાળા હોય છે. તે તમઃપ્રભા સ્થિત નૈરયિકોની અપેક્ષાએ (૫) અલ્પકર્મ (૬) અલ્પક્રિયા (૭) અલ્પાશ્રવ અને (૮) અલ્પવેદનાવાળા નથી. તે નૈરયિકો અત્યંત (૯) અલ્પઋદ્ધિવાળા (૧૦) અત્યંત અલ્પ યુતિવાળા હોય છે તે (૧૧) મહાઋદ્ધિ અને (૧૨) મહાતિવાળા હોતા નથી. | ४ छट्ठीएणं भंते ! तमाए पुढवीए एगेपंचूणे णिरयावाससयसहस्से पण्णत्ते, पुच्छा?
हंता गोयमा !तेणंणरगा अहेसत्तमाए पुढवीए णरएहितो णोतहा महत्तराचेव, णो महाविच्छिण्णतराचेवणो महागासतराचेव,णो महापइरिक्कतराचेव,महप्पवेसणतरा चेव आइण्णतरा चेव,आउलतराचेव, ओमाणतरा चेव ।
तेसुणं णरएसुणेरइया अहेसत्तमाए पुढवीए णेरइएहिंतो अप्पकम्मतरा चेव अप्पकिरियतराचेव अप्पासवतराचेव अप्पवेयणतरा चेव णोतहा महाकम्मतरा चेव,णो महाकिरियतरा चेव णो महासवतरा चेव णो महावेयणतरा चेव । महिड्डियतरा चेव महज्जुइयतरा चेव, णोतहा अप्पिड्डियतरा चेव णो अप्पज्जुइयतरा चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીમાં પાંચ જૂન એક લાખ(૯૯,૯૯૫) નરકાવાસ છે, વગેરે પ્રશ્ન કરવા?
ઉત્તર- હા, ગૌતમ ! તે નરકાવાસ અધઃસપ્તમ પૃથ્વીના નરકાવાસોની અપેક્ષાએ અત્યંત મોટા અને મહાવિસ્તારવાળા, ઘણા આકાશવાળા અને ઘણી ખાલી જગ્યાવાળા નથી. તે મહાપ્રવેશવાળા(ઘણા જીવોના પ્રવેશવાળા) અને અત્યંત આકીર્ણ, અત્યંત વ્યાપ્ત અને પરસ્પર સંઘટ્ટનયુક્ત છે.
તે છઠ્ઠી નરકના નરકાવાસોમાં રહેલા નૈરયિકો, અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા છે પરંતુ મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા નથી. તે અધઃસપ્તમ પૃથ્વીમાં રહેલા નૈરયિકોની અપેક્ષાએ મહાઋદ્ધિ અને મહાધુતિવાળા છે પરંતુ અલ્પઋદ્ધિ અને અલ્પતિવાળા નથી.
५ छट्ठीएणं भंते !तमाए पुढवीए णरगा पंचमाए घूमप्पभाए पुढवीए णरएहितो किं