________________
શતક-૮: ઉદ્દેશક-૧
૨૩]
(૧) વર્ણાદિની અપેક્ષાએ ભેદ-પ્રભેદ - ३५ जे अपज्जत्ता-सुहुम-पुढविक्काइय-एगिंदिय-पओग-परिणया ते वण्णओ कालवण्णपरिणया वि, णील-लोहिय-हालिङ्-सुक्किल वण्ण परिणया वि, गंधओ सुब्भिगंधपरिणया वि; दुब्भिगंधपरिणया वि; रसओ तित्तरसपरिणया वि, कडुयरसपरिणया वि कसायरसपरिणया वि, अंबिलरसपरिणया वि, महुररसपरिणया वि; फासओ कक्खडफासपरिणया वि जाव लुक्खफासपरिणया वि; संठाणओ परिमंडलसंठाणपरिणया वि, वट्टतंसचउरंस-आययसंठाणपरिणया वि । पज्जत्ता सुहुमपुढवि काइया वि एवं चेव ।
एवं जहाणुपुव्वीए णेयव्वं जाव जे पज्जत्ता सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव परिणया ते वण्णओ काल-वण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि ।
ભાવાર્થઃ- જે પગલો અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળાવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીળાવર્ણ અને શ્વેતવર્ણરૂપે પરિણત છે; ગંધથી સુરભિગંધ અને દુરભિગંધરૂપે પરિણત છે; રસથી તીખા, કડવા, કસાયેલા, ખાટા, મીઠા આ પાંચ રસ રૂપે પરિણત છે; સ્પર્શથી કર્કશસ્પર્શ થાવત રૂક્ષસ્પર્શ આ આઠ સ્પર્શરૂપે પરિણત છે અને સંસ્થાનથી પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ, ચોરસ અને આયત આ પાંચ સંસ્થાનરૂપે પરિણત છે. જે પુગલ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે તે પણ પૂર્વવત્ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાનરૂપે પરિણત હોય છે.
આ રીતે ક્રમશઃ પૂર્વોક્ત રીતે સર્વ કથન કરવું યાવતુ જે પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કૃષ્ણવર્ણરૂપે યાવતું સંસ્થાનથી આયત સંસ્થાનરૂપે પરિણત છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ પૂર્વોક્ત સમસ્ત વિશેષણ યુક્ત સર્વ જીવોના પ્રયોગ પરિણત પુદ્ગલોનું કથન છે.
આત્મા અમૂર્ત છે, તે વર્ણાદિથી રહિત છે. તેમ છતાં સંસારી જીવો શરીરધારી હોવાથી તે શરીરની અપેક્ષાએ મૂર્તિ છે, માટે શરીરધારી તે જીવ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાનરૂપે (આ ૨૫ ભેદ) પરિણત થઈ શકે છે. દ્વિતીય ધારોક્ત જીવના ૧૬૧ ભેદ સાથે વર્ણાદિ પચ્ચીશનો ગુણાકાર કરતા ૧૬૧૪૨૫ = ૪,૦૨૫ ભેદ વર્ણાદિ પ્રયોગ પરિણત પુદ્ગલ થાય છે.