________________
૨૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પરિણત છે તે સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. જે પુદ્ગલ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર પ્રયોગ પરિણત છે, તે પણ સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. તે જ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક ઔદારિકાદિ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં પણ જાણવું જોઈએ.
આ રીતે કથન કરતાં જે જીવને જેટલા શરીર અને તેની જેટલી ઇન્દ્રિયો હોય, તે અપેક્ષાએ કથન કરવું જોઈએ યાવત્ જે પુદ્ગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત દેવ પંચેન્દ્રિય વૈક્રિયતૈજસ-કાશ્મણ શરીર પ્રયોગ પરિણત છે તે શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જીહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઔદારિક આદિ પાંચ શરીર અને સ્પર્શેન્દ્રિય આદિ પાંચ ઇન્દ્રિયોની સમ્મિલિત વિવક્ષાથી કથન છે. એકેન્દ્રિય શરીર ઈન્દ્રિય પ્રયોગ પરિણત યુગલના ૧ ભેદ– પાંચ સ્થાવરના સૂક્ષ્મ અને બાદર, તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા. આ રીતે ૫ x ૪ = ૨૦ ભેદ થાય, તે દરેક જીવોને ઔદારિક, તૈજસ અને કાશ્મણ ત્રણ ત્રણ શરીર હોય છે. ૨૦ x ૩ = ૬૦ અને બાદર વાયુકાયના પર્યાપ્તામાં વૈક્રિય શરીર હોય છે. તેથી 0+ ૧ = ૬૧ શરીર થાય છે. તેમાં એક-એક સ્પર્શેન્દ્રિય જ હોવાથી ૧ ઇન્દ્રિય થાય. ત્રણ વિકસેન્દ્રિય શરીર ઇન્દ્રિય પ્રયોગ-પરિણત યુગલના ૫૪ ભેદ- બેઇન્દ્રિયના પર્યાપ્તા, અપર્યાપ્તામાં પૂર્વવત્ ત્રણ શરીર હોય ૨ ૪ ૩ = ૬ શરીર અને એક-એક શરીરમાં બે ઇન્દ્રિય હોય તેથી ૬ ૪૨ = ૧૨ ઇન્દ્રિય. તે રીતે તેઇન્દ્રિયના છ શરીરમાં ત્રણ-ત્રણ ઇન્દ્રિય હોય ૬૪ ૩ = ૧૮ ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયના છ શરીરમાં ચાર-ચાર ઇન્દ્રિય હોય ૬૪૪ = ૨૪ ઇન્દ્રિય થાય. આ રીતે ૧૨ + ૧૮+ ૨૪ = ૫૪ ભેદ થાય છે. પંચેન્દ્રિય શરીર ઈન્દ્રિય પ્રયોગ પરિણત યુગલના ૨૦૦ ભેદ :- ત્રીજા દ્વારમાં શરીરના ૪૯૧ ભેદ કહ્યા છે તેમાંથી ૬૧ ભેદ એકેન્દ્રિયના અને ૧૮ ભેદ વિકસેન્દ્રિયના છે. તે સિવાયના શરીરો પંચેન્દ્રિયના છે. માટે ૪૯૧-(૧+૧૮) ૭૯ = ૪૧૨ ભેદમાં પાંચ ઇન્દ્રિય હોય. તેથી ૪૧૨ x ૫ = ૨૦૬૦ ઇન્દ્રિય થાય.
આ રીતે ૧ + ૫૪+ ૨૦૬૦ = ૨૧૭૫ શરીરમાં ઇન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ થાય છે. દંડકપઃ શરીર અને ઇન્દ્રિયની સમ્મિલિત અપેક્ષાએ પ્રયોગ પરિણત પુદ્ગલના–૨૧૭૫ ભેદ (દંડક–૩ પ્રમાણે શરીરની અપેક્ષાએ પ્રત્યેક જીવોના ભેદને ગ્રહણ કરી તે જીવોમાં ઇન્દ્રિયોની
ગણના કરવાથી નીચે પ્રમાણે ભેદ થાય છે.)
એકેન્દ્રિય-૬૧ ભેદમાં એક-એક ઇન્દ્રિય ૬૧૮૧ = ૧
બેઇન્દ્રિયભેદમાં બે-બે ઇન્દ્રિય દxર = ૧૨
ભેદ
તેઇન્દ્રિય-૬ ભેદમાં ત્રણ-ત્રણ ઇન્દ્રિય ૬૪૩ = ૧૮
ચૌરેન્દ્રિય-૬ ભેદમાં ચાર–ચાર ઇન્દ્રિય ૬૪૪ = ૨૪
પંચેન્દ્રિય-૪૧૨ ભેદમાં પાંચ-પાંચ ઇન્દ્રિય ૪૧૨૪૫ = ૨૦૦
ભેદ
ભેદ
ભેદ
ભેદ