________________
શતક-૧૨: ઉદ્દેશક-૧૦
૭૮૩.
અસંયોગી ત્રણ ભંગઃ- (૧) આત્મ રૂપ (૨) નોઆત્મરૂપ (૩) અવક્તવ્ય. દ્વિસંયોગી બાર ભંગ :(૧) આત્મા એક, નો આત્મા એક (૭) આત્મા અનેક, અવક્તવ્ય એક (૨) આત્મા એક, નો આત્મા અનેક (૮) આત્મા અનેક, અવક્તવ્ય અનેક (૩) આત્મા અનેક, નો આત્મા એક (૯) નો આત્મા એક, અવક્તવ્ય એક (૪) આત્મા અનેક, નો આત્મા અનેક (૧૦) નો આત્મા એક, અવક્તવ્ય અનેક (૫) આત્મા એક, અવક્તવ્ય એક (૧૧) નો આત્મા અનેક, અવક્તવ્ય એક (૬) આત્મા એક, અવક્તવ્ય અનેક (૧૨) નો આત્મા અનેક, અવક્તવ્ય અનેક. ત્રિસંયોગી ચાર ભંગ :(૧) આત્મા એક, નો આત્મા એક, અવક્તવ્ય એક (૩) આત્મા એક, નો આત્મા અનેક, અવક્તવ્ય એક (૨) આત્મા એક, નો આત્મા એક, અવક્તવ્ય અનેક (૪) આત્મા અનેક, નો આત્મા એક, અવક્તવ્ય એક.
અસંયોગી ત્રણ ભંગ સંપૂર્ણ સ્કંધની અપેક્ષાએ, તે જ રીતે દ્વિસંયોગી બાર ભંગ અને ત્રિસંયોગી ચાર ભંગ તેના વિવિધ અંશોની દેશની અપેક્ષાએ થાય છે. કુલ ૧૯ ભંગ થાય છે. પાંચ પ્રદેશી આદિ સ્કંધની સપતા :२३ आया भंते ! पंचपएसिए खंधे, अण्णे पंचपएसिए खंधे ?
गोयमा ! पंचपएसिए खंधे सिय आया । सिय णो आया । सिय अवत्तव्वं आयाइ य णो आयाइ य । सिय आया य णो आया य, चउभंगो ॥ सिय आया य अवत्तव्यं, चउभंगो ॥ णो आया य अवत्तव्वेण य, चउभंगो ॥ तियगसंजोगे एक्को ण पडइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પંચ પ્રદેશ સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે?
ઉત્તર- હે ગૌતમ! પંચપ્રદેશી સ્કંધ (૧) કથંચિત્ આત્મરૂપ છે (૨) કથંચિત્ નોઆત્મરૂપ છે (૩) કથંચિત્ આત્મરૂપ અને નો આત્મરૂપ ઉભયરૂપથી અવક્તવ્ય છે (૪થી૭) કથંચિત્ આત્મરૂપ, નોઆત્મરૂપ છે(એકવચન બહુવચન આશ્રી ચાર બંગ) (૮થી૧૧) કથંચિત આત્મરૂપ અને અવક્તવ્યના ચાર ભંગ (૧૨થી૧૫) કથંચિતુ નોઆત્મરૂપ અને અવક્તવ્યના ચાર ભંગ ત્રિક સંયોગી આઠ ભંગમાંથી એક આઠમો ભંગ ઘટિત થતો નથી, અર્થાત્ સાત ભંગ થાય છે. કુલ બાવીસ ભંગ થાય છે. २४ से केणटेणं भंते ! तं चेव पडिउच्चारेयव्वं ?