________________
[ ૭૮૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
देसे आइटे असब्भावपज्जवे देसे आइडे तदुभयपज्जवे चउप्पएसिए खंधे आयाओ य णो आया य अवत्तव्यं आयाइ य णो आयाइ य ।
से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- चउप्पएसिए खधे सिय आया सिय णो आया सिय अवत्तव्वं णिक्खेवे ते चेव भंगा उच्चारेयव्वा जाव णो आयाइ य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ચતુષ્પદેશી સ્કંધ કથંચિત્ આત્મરૂપ છે નોઆત્મરૂપ છે અને અવક્તવ્ય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સ્વરૂપની અપેક્ષાએ આત્મરૂપ છે. (૨) પરની અપેક્ષાએ નોઆત્મરૂપ છે. (૩) તદુભયની અપેક્ષાએ આત્મરૂપ અને નોઆત્મરૂપ- આ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૪થી૭) એક દેશમાં સભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં અસદુભાવ પર્યાયની અપેક્ષાથી એક વચન અને બહુવચન આશ્રી આત્મરૂપ અને અનાત્મરૂપના ચાર ભંગ થાય છે. (૮થી૧૧) સદ્ભાવ પર્યાય અને તદુભય પર્યાયની અપેક્ષાએ(એક વચન બહુવચન આશ્રી) આત્મરૂપ અને અવક્તવ્યના ચાર ભંગ થાય છે. (૧૨થી૧૫) અસદ્ભાવ પર્યાય અને તદુભય પર્યાયની અપેક્ષાએ (એક વચન-બહુવચન આશ્રી) અનાત્મરૂપ અને અવક્તવ્યના ચાર ભંગ થાય છે. (૧૬) એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ, એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં તદુભય પર્યાયની અપેક્ષાએ ચતુષ્પદેશી સ્કંધ એક આત્મરૂપ, એક નોઆત્મરૂપ અને એક આત્મ-અનાત્મ આ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૧૭) એક દેશમાં સભાવ પર્યાયની અપેક્ષાએ એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને બહુ દેશોમાં તભય પર્યાયની અપેક્ષાએ ચતુuદેશી સ્કંધ એક આત્મરૂપ, એક નોઆત્મરૂપ અને અનેક આત્મ-અનાત્મા આ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૧૮) એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ, બહુ દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં તદુભય પર્યાયની અપેક્ષાએ ચતુuદેશી સ્કંધ એક આત્મરૂપ, અનેક નોઆત્મરૂપ અને એક આત્મ-અનાત્મા આ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૧૯) બહુ દેશોમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ, એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં તદુભય પર્યાયની અપેક્ષાએ ચતુષ્પદેશી સ્કંધ અનેક આત્મરૂપ, એક નોઆત્મરૂપ અને એક આત્મ-અનાત્મા આ ઉભયરૂપે અવક્તવ્ય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે ચતુષ્પદેશી સ્કંધ કથંચિત્ આત્મરૂપ છે, કથંચિત્ નોઆત્મરૂપ છે અને કથંચિત્ અવક્તવ્ય છે. આ નિક્ષેપમાં પૂર્વોક્ત સર્વ ભંગ યાવતું “નોઆત્મરૂપ છે ત્યાં સુધી કહેવું જોઈએ.
વિવેચન :
ચતુષ્પદેશી સ્કંધમાં ૧૯ ભંગ થાય છે.