________________
૭૮૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! अप्पणो आइढे आया । परस्स आइढे णो आया । तदुभयस्स आइडे अवत्तव्वं । देसे आइतु सब्भावपज्जवे देसे आइढे असब्भावपज्जवे । ए वं दुयगसंजोगे सव्वे पडंति । तियगसंजोगे एक्कोण पडइ । छप्पएसियस्स सव्वे पडंति । जहा छप्पएसिए एवं जाव अणंतपएसिए ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તેનું કારણ શું છે કે પંચપ્રદેશી સ્કંધ આત્મરૂપ છે, ઈત્યાદિ પ્રશ્ન કરવા?
ઉત્તર- હે ગૌતમ! (૧) પંચ પ્રદેશી સ્કંધ સ્વરૂપની અપેક્ષાએ આત્મરૂપ છે (૨) પરની અપેક્ષાએ નોઆત્મરૂપ છે (૩) તદુભય અપેક્ષાએ અવક્તવ્ય છે, એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં અસભાવ પર્યાયની અપેક્ષાએ કથંચિત્ આત્મરૂપ છે, કથંચિત નોઆત્મરૂપ છે, આ રીતે દ્વિસંયોગી સર્વ ભંગ પ્રાપ્ત થાય છે. ત્રિસંયોગી આઠ ભંગ થાય છે, તેમાંથી આઠમો ભંગ ઘટિત થતો નથી.
છ પ્રદેશી સ્કંધના વિષયમાં આ સર્વ ભંગ ઘટિત થાય છે. છ પ્રદેશી ઢંધની સમાન અનંત પ્રદેશી સુધી કથન કરવું જોઈએ. || હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન : -
પંચ પ્રદેશી સ્કંધના બાવીસ ભંગ થાય છે. તેમાં પ્રથમ અસંયોગી ત્રણ ભંગ પૂર્વવતુ સકલાદેશ રૂ૫ અર્થાતુ સંપૂર્ણ સ્કંધની અપેક્ષાએ છે. તે જ સ્કંધના દેશની અપેક્ષાએ દ્વિસંયોગી બાર ભંગ, ત્રિસંયોગી આઠ ભંગ થાય છે. તેમાંથી અહીં સાત ભંગ જ ગ્રહણ કર્યા છે. આઠમો ભંગ અસંભવિત હોવાથી ઘટિત થતો નથી.
તે રર ભંગ આ પ્રમાણે થાય છે. યથાઅસંયોગી ત્રણ ભંગ:- (૧) આત્મરૂપ (૨) નોઆત્મરૂપ (૩) અવક્તવ્ય હિંસયોગી ૧૨ ભંગ :(૧) આત્મા એક, નોઆત્મા એક (૭) આત્મા અનેક, અવક્તવ્ય એક (૨) આત્મા એક, નોઆત્મા અનેક (૮) આત્મા અનેક, અવક્તવ્ય અનેક (૩) આત્મા અનેક, નો આત્મા એક (૯) નોઆત્મા એક, અવક્તવ્ય એક (૪) આત્મા અનેક, નોઆત્મા અનેક (૧૦) નો આત્મા એક, અવક્તવ્ય અનેક (૫) આત્મા એક, અવક્તવ્ય એક (૧૧) નો આત્મા અનેક, અવક્તવ્ય એક (૬) આત્મા એક, અવક્તવ્ય અનેક (૧૨) નોઆત્મા અનેક, અવક્તવ્ય અનેક