________________
શતક-૧૨: ઉદ્દેશક-૧૦
૭૭૫]
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર-હે ગૌતમ! સ્વ સ્વરૂપથી આત્મરૂપ છે, પર સ્વરૂપથી નોઆત્મરૂપ છે અને ઉભયરૂપની વિવક્ષાથી સાસરૂપ હોવાથી અવક્તવ્ય છે. તેથી પૂર્વોક્ત પ્રકારે કથન કર્યું છે. આ રીતે અશ્રુત કલ્પ સુધી કથન કરવું જોઈએ. |१५ आया भंते ! गेविज्जविमाणे, पुच्छा? गोयमा ! जहा रयणप्पभा तहेव । एवं अणुत्तरविमाणा वि, ईसिपब्भारा वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રૈવેયક વિમાન સરૂપ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીની સમાન કથન કરવું જોઈએ. આ જ રીતે અનુત્તર વિમાન તથા ઇષ~ાભારા પૃથ્વીનું કથન કરવું જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ સ્યાદ્વાદના સિદ્ધાંતના આધારે સમજાવ્યું છે. તેના મુખ્ય ત્રણ ભંગ છે. (૧) આત્મરૂપ (૨) અનાત્મરૂપ (૩) અવક્તવ્ય. આત્મરૂપ - અતિ સતત જાતિ તાન તાન પર્યાયાન રૂરિ માતા ! જે નિરંતર તે તે પર્યાયોને પ્રાપ્ત કરે છે તે આત્મા છે. આ વ્યુત્પત્તિ અનુસાર 'આત્મા' પદનો અર્થ 'સરૂપ' થાય છે કારણ કે સદ્ સ્વરૂપ પદાર્થ જ તે તે પર્યાયોની પ્રાપ્તિ કરી શકે છે. અસત્ સ્વરૂપ પદાર્થમાં કોઈ પર્યાય ઉત્પન્ન થતી નથી. અનાત્મરૂપઃ- જે સત્ સ્વરૂપ નથી તે અસત-અનાત્મરૂપ છે. અવક્તવ્ય – શબ્દો દ્વારા જેનું કથન ન કરી શકાય તે અવક્તવ્યરૂપ છે.
કોઈ પણ વસ્તુ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સરૂપ જ હોય છે અને તે જ વસ્તુ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસરૂપ હોય છે. આ બંને વિવક્ષા એક સાથે કરીએ તો તે જ વસ્તુ અવક્તવ્ય કહેવાય છે કારણ કે સદ્ અસ બંનેનું કથન સમ સમયે થઈ શકતું નથી તેથી તેને અવક્તવ્ય કહેવાય છે. જે રીતે એક પુસ્તક સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધરાવે છે તેથી તે સત્ રૂપ-આત્મરૂપ છે. પરંતુ તે જ પુસ્તક, તે પુસ્તક સિવાયના સમસ્ત પદાર્થોની અપેક્ષાએ અસત્ છે. જેમ કે પુસ્તક તે પેન સ્વરૂપ નથી, નોટ સ્વરૂપ નથી. આ રીતે કોઈપણ પર પદાર્થોની અપેક્ષાએ તે અસરૂપ-અનાત્મરૂપ છે.
પુસ્તકમાં સત્ અને અસત્ બને ધર્મો એક સાથે રહે છે. પરંતુ તેનું કથન એક સાથે થતું નથી કારણ કે શબ્દની પ્રવૃત્તિ ક્રમિક થાય છે. જો સત્ અને અસત્ બંને ધર્મોની સાથે વિવક્ષા કરીએ તો તે પુસ્તક અકથ્ય-અવક્તવ્ય છે. આ રીતે કોઈપણ પદાર્થ (૧) કથંચિત્ સત્ (૨) કથંચિત્ અસત્ અને (૩) કથંચિત્ અવક્તવ્ય છે. રત્નપ્રભા પૃથ્વીથી લઈને ઇષતુપ્રાગભારાપૃથ્વી પર્યતના પ્રત્યેક સ્થાન પોતાની વર્ણાદિ