________________
૭૭૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! अप्पणो आइढे आया, परस्स आइढे णो आया, तदुभयस्स आइट्ठे अवत्तव्वं रयणप्पभा पुढवी आयाइ य णो आयाइ य; से तेणद्वेणं गोयमा जाव णो आयाइ य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વી આત્મરૂપ છે કે અન્ય(અસરૂપ)?
ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ આત્મરૂપ(સરૂપ) છે અને કથંચિત્ નોઆત્મરૂપ (અસટ્ટુપ) છે, કથંચિત્ સદસરૂપ(ઉભયરૂપ) હોવાથી અવક્તવ્ય છે.
પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે કે રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ આત્મરૂપ, કથંચિત્ નોઆત્મરૂપ અને કથંચિત્ ઉભયરૂપ હોવાથી અવક્તવ્ય છે?
ઉત્તર– હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વી પોતાના સ્વરૂપથી આત્મરૂપ છે, પર સ્વરૂપથી નોઆત્મરૂપ છે અને ઉભયરૂપની વિવક્ષાથી સદ્-અસદુ રૂપ હોવાથી અવક્તવ્ય છે. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત રૂપે કથન કર્યું છે. १३ आया भंते ! सक्करप्पभा पुढवी ? ___ गोयमा ! जहा रयणप्पभा पुढवी तहा सक्करप्पभा वि । एवं जाव अहेसत्तमा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શર્કરપ્રભા પૃથ્વી આત્મરૂપ (સરૂપ) છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે રત્નપ્રભા પૃથ્વીનું કથન કર્યું છે, તે જ રીતે શર્કરા પ્રભા પૃથ્વીથી અધઃસપ્તમ પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. १४ आया भंते ! सोहम्मे कप्पे पुच्छा ।
गोयमा ! सोहम्मे कप्पे सिय आया, सिय णो आया जाव णो आयाइ य । से केणटेणं भंते ! जाव णो आयाइ य?
गोयमा ! अप्पणो आइढे आया, परस्स आइडे णो आया, तदुभयस्स आइडे अवत्तव्यं आयाइ य णो आयाइ य; से तेणटेणं गोयमा ! जाव णो आयाइ य । एवं जाव अच्चुए कप्पे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ દેવલોક આત્મરૂપ છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-હે ગૌતમ! સૌધર્મ દેવલોક કથંચિત્ આત્મરૂપ છે, કથંચિત્ નોઆત્મરૂપ છે અને કથંચિત સદસરૂપ હોવાથી અવક્તવ્ય છે.