________________
શતક-૧૨: ઉદ્દેશક–૧૦.
૭૭૩
વૈમાનિક સુધીના જીવોનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. | १० आया भंते ! दसणे, अण्णे दसणे ? गोयमा ! आया णियमं दसणे, दंसणे वि णियमं आया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આત્મા દર્શનરૂપ છે અથવા દર્શન તેનાથી ભિન્ન છે? ઉત્તર- હે ગૌતમ ! આત્મા અવશ્ય દર્શન સ્વરૂપ છે અને દર્શન પણ અવશ્ય આત્મરૂપ છે. | ११ आया भंते ! णेरइयाणं दंसणे, अण्णे णेरइयाणं दंसणे ?
गोयमा ! आया णेरइयाणं णियमा दसणे, दसणे वि से णियमं आया, एवं जाव वेमाणियाण णिरंतरं दंडओ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોનો આત્મા દર્શન સ્વરૂપ છે અથવા નૈરયિકોનું દર્શન તેનાથી ભિન્ન છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોનો આત્મા અવશ્ય દર્શનરૂપ છે અને તેનું દર્શન પણ અવશ્ય આત્મરૂપ છે. આ રીતે વૈમાનિકો સુધીના ચોવીસ દંડકોનું કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આત્માના મુખ્ય ગુણ જ્ઞાન અને દર્શનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે.
જ્ઞાન અને દર્શન આત્માના મુખ્ય ગુણ છે. ગુણ અને ગુણી પરસ્પર અભિન્ન હોય છે. જેમ કેપાણીની શીતળતા કે અગ્નિની ઉષ્ણતા ક્રમશઃ પાણીથી કે અગ્નિથી ભિન્ન નથી. કારણ કે તે તેનો સ્વભાવ છે, તેનું સ્વરૂપ છે. તે જ રીતે જ્ઞાન અને દર્શન પણ આત્મ સ્વભાવ છે, આત્મ સ્વરૂપ છે. તેથી તે કોઈ પણ જીવથી ભિન્ન નથી. પ્રસ્તુત પ્રસંગમાં સમ્યગુદષ્ટિના જ્ઞાનને જ્ઞાન અને મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. જ્ઞાન હોય કે અજ્ઞાન પરંતુ તે આત્મસ્વરૂપ જ છે.
રત્નપ્રભાદિ પૃથ્વીનું આત્મત્વાદિ નિરૂપણ - १२ आया भंते ! रयण्णपभापुढवी अण्णा रयणप्पभा पुढवी ?
गोयमा ! रयणप्पभा पुढवी सिय आया सिय णो आया सिय अवत्तव्वं आयाइ य णो आयाइ य ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- रयणप्पभा पुढवी सिय आया, सिय णो आया, सिय अवत्तव्वं आयाइ य णो आयाइ य?