________________
૭૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
નિષેધ નથી અર્થાત્ આ આઠે ય આત્મામાં કોઈ પણ પરસ્પર વિરોધી કે પ્રતિપક્ષી નથી. આઠ આત્માઓમાં ગુણસ્થાન :- (૧) દ્રવ્યાત્મામાં–સર્વગુણસ્થાન (૨) કષાયાત્મામાં–૧૦ ગુણસ્થાન, (૩) યોગાત્મામાં–૧૩ ગુણસ્થાન (૪) ઉપયોગાત્મામાં–સર્વ ગુણસ્થાન (૫) જ્ઞાનાત્મામાં–૧૨ ગુણસ્થાન પહેલું અને ત્રીજું બે ગુણસ્થાન નથી. (૬) દર્શનાત્મામાં–સર્વ ગુણસ્થાન (૭) ચારિત્રાત્મામાં-૬ થી ૧૪ ગુણસ્થાન (૮) વીર્યાત્મામાં–સર્વગુણસ્થાન. ગુણસ્થાનની અપેક્ષાએ આઠ આત્મા - પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાને- છ આત્મા, જ્ઞાન અને ચારિત્રાત્મા નથી. ચોથા અને પાંચમા ગુણસ્થાને-સાત આત્મા ચારિત્રાત્મા નથી. છઠ્ઠાથી દશમા ગુણસ્થાન સુધી- આઠ આત્મા, અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાને સાત આત્મા– કષાયાત્મા નથી. ચૌદમા ગુણસ્થાને છ આત્મા– કષાય અને યોગાત્મા નથી, શેષ છ આત્મા હોય છે. આત્માનું જ્ઞાન-અજ્ઞાન અને દર્શન - | ७ आया भंते ! णाणे अण्णे णाणे ? गोयमा ! आया सिय णाणे सिय अण्णाणे, णाणे पुण णियमं आया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આત્મા જ્ઞાન સ્વરૂપ છે કે જ્ઞાનથી ભિન્ન છે? ઉત્તર- હે ગૌતમ ! આત્મા કદાચિત્ જ્ઞાન સ્વરૂપ છે અને કદાચિત્ અજ્ઞાન સ્વરૂપ છે, પરંતુ જ્ઞાન તો અવશ્ય આત્મ સ્વરૂપ છે. | ૮ માયા સંતે ખેરાઈ નાખે, અને રાઈ નાખે ? યા आया णेरइयाणं सिय णाणे, सिय अण्णाणे । णाणे पुण से णियमं आया, एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નારકીનો આત્મા જ્ઞાનસ્વરૂપ છે અથવા નારકીનું જ્ઞાન તેનાથી ભિન્ન છે? ઉત્તર- હે ગૌતમ! નારકીનો આત્મા કદાચિત્ જ્ઞાનસ્વરૂપ છે અને કદાચિત્ અજ્ઞાન સ્વરૂપ છે, પરંતુ તેનું જ્ઞાન અવશ્ય આત્મ સ્વરૂપ છે. આ જ રીતે સ્વનિતકુમાર સુધીનું કથન કરવું જોઈએ. | ९ आया भंते ! पुढविकाइयाणं अण्णाणे, अण्णे पुढविकाइयाणं अण्णाणे?
गोयमा ! आया पुढविकाइयाणं णियम अण्णाणे, अण्णाणे वि णियमं आया, एवं जाव वणस्सइकाइयाणं, बेइंदिय तेइंदिय जाव वेमाणियाणं जहा णेरइयाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોનો આત્મા અજ્ઞાન સ્વરૂપ છે અથવા તેનું અજ્ઞાન આત્માથી ભિન્ન છે?
ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોનો આત્મા અવશ્ય અજ્ઞાન સ્વરૂપ છે અને તેનું અજ્ઞાન અવશ્ય આત્મ સ્વરૂપ છે. આ જ રીતે વનસ્પતિકાયિક સુધી કથન કરવું જોઈએ. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિયથી