________________
શતક-૧૨: ઉદ્દેશક-૧૦.
૭૭૧ |
* નોંધઃ- કોષ્ટકમાં અલ્પબદુત્વનો ક્રમ ક્રમાંક પ્રમાણે સમજવો. આઠ આત્માઓનું અલ્પબદુત્વઃ| ६ एयासि णं भंते ! दवियायाणं, कसायायाणं जाव वीरियायाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवाओ चरित्तायाओ, णाणायाओ अणंतगुणाओ, कसायाओ अणंतगुणाओ, जोगायाओ विसेसाहियाओ, वीरियायाओ विसेसाहियाओ, उवओग दविक्दसणायाओ तिण्णि वि तुल्लाओ विसेसाहियाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યાત્મા, કષાયાત્મા થાવ વર્માત્મા આ આઠેયમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા ચારિત્રાત્મા છે, તેનાથી જ્ઞાનાત્મા અનંતગુણા છે તેનાથી કષાયાત્મા અનંતગુણા છે. તેનાથી યોગાત્મા વિશેષાધિક છે, તેનાથી વીર્યાત્મા વિશેષાધિક છે, તેનાથી ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા આ ત્રણે ય પરસ્પર તુલ્ય અને વિશેષાધિક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દર્શાવેલા અલ્પબદુત્વના હેતુ આ પ્રમાણે છે
(૧) સર્વથી થોડા ચારિત્રાત્મા છે કારણ કે ચારિત્રાત્મા સંખ્યાતા જ છે. (૨) ચારિત્રાત્માથી જ્ઞાનાત્મા અનંતગુણા છે, સિદ્ધ અને સમ્યગુદષ્ટિ જીવો ચારિત્રસંપન્ન જીવોથી અનંતગુણા છે. (૩) જ્ઞાનાત્માથી કષાયાત્મા અનંતગુણા છે, કારણ કે નિગોદના જીવો સકષાયી છે અને તે સિદ્ધોથી અનંતગુણા છે (૪) કષાયાત્માથી યોગાત્મા વિશેષાધિક છે, કારણ કે કષાયરહિત સયોગી જીવો તેમાં સમ્મિલિત થાય છે (૫) યોગાત્માથી વીર્યાત્મા વિશેષાધિક છે. કારણ કે વીર્યાત્મામાં અયોગી ગુણસ્થાનવાળા આત્માઓનો સમાવેશ થાય છે. ત્યારપછી (૬) ઉપયોગ આત્મા, (૭) દ્રવ્યાત્મા અને (૮) દર્શનાત્મા તે ત્રણે પરસ્પર તુલ્ય છે. કારણ કે તે જીવ સ્વરૂપ છે. તેમાં સંસારી જીવોની સાથે સિદ્ધ જીવોનો પણ સમાવેશ થાય છે. તેથી તે વીર્યાત્માથી વિશેષાધિક છે.
વિશેષ જ્ઞાતવ્ય :- સિદ્ધોમાં ચાર આત્મા હોય છે. દ્રવ્યાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા અને ઉપયોગાત્મા. પ્રત્યેક જીવ માત્રમાં દ્રવ્યાત્મા, દર્શનાત્મા અને ઉપયોગાત્મા તે ત્રણે આત્મા હોય છે. મિથ્યાદષ્ટિમાં અને મિશ્ર દષ્ટિમાં જ્ઞાનાત્મા અને ચારિત્રાત્મા નથી; શેષ છ આત્મા હોય છે. સમ્યગુદષ્ટિ અને શ્રાવકમાં સાત આત્મા છે, પરંતુ ચારિત્રાત્મા નથી.
આઠે ય આત્મામાં નિયમા કે ભજનાથી આઠેય આત્મા હોય શકે છે. કોઈ પણ આત્મામાં કોઈનો