________________
| ૭૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
સારાંશ એ છે કે ઉપયોગાત્માનો દર્શનાત્મા સાથે નિયત સંબંધ છે અને જ્ઞાનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. જ્ઞાનાત્મા – જ્ઞાનાત્માનો દર્શનાત્મા સાથે અવશ્ય સંબંધ હોય છે. દર્શનાત્માને જ્ઞાનાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે મિથ્યાદષ્ટિ જીવોને દર્શનાત્મા હોવા છતાં પણ જ્ઞાનાત્મા નથી.
જ્ઞાનાત્માને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અવિરત સમ્યગુદષ્ટિજીવોમાં જ્ઞાનાત્મા હોવા છતાં પણ ચારિત્રાત્મા નથી. ચારિત્રાત્માનો જ્ઞાનાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે જ્ઞાન વિના ચારિત્રનો અભાવ છે.
જ્ઞાનાત્મામાં વીર્યાત્માની ભજના છે. કારણ કે સિદ્ધ જીવોમાં જ્ઞાનાત્મા હોવા છતાં પણ વીર્યાત્મા નથી, વીર્યાત્મામાં પણ જ્ઞાનાત્માની ભજના છે. કારણ કે મિથ્યાદષ્ટિ જીવોમાં વીર્યાત્મા હોવા છતાં પણ જ્ઞાનાત્મા નથી.
સારાંશ એ છે કે જ્ઞાનાત્માનો દર્શનાત્મા સાથે નિયત સંબંધ છે અને ચારિત્રાત્મા, વીર્યાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. દર્શનાત્મા :- દર્શનાત્માનો ચારિત્રાત્મા અને વીર્યાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અસંયતિ જીવોને દર્શનાત્મા હોવા છતાં ચારિત્રાત્મા નથી અને સિદ્ધોમાં દર્શનાત્મા હોવા છતાં વીર્યાત્મા નથી. પરંતુ ચારિત્રાત્મા અને વર્યાત્માનો દર્શનાત્મા સાથે નિયત સંબંધ હોય છે. દર્શન સર્વ જીવોમાં હોય છે. ચારિત્રાત્મા :- ચારિત્રાત્માને વીર્યાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે વીર્ય વિના ચારિત્રનો અભાવ છે. વીર્યાત્માને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અસંત જીવોને વીર્યાત્મા હોવા છતાં પણ ચારિત્રાત્મા નથી. આઠ આત્માના પારસ્પરિક સંબંધ :કમ| આત્મા | નિયમા | ભજના | અલ્પબહત્ત્વ
દ્રવ્યાત્મા | ઉપયોગ, દર્શન | કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય | ૬ વિશેષાધિક–તુલ્ય
કષાયાત્મા દ્રવ્ય, યોગ, ઉપયોગ, દર્શન, વીર્ય જ્ઞાન, ચારિત્ર ૩ અનંતાગુણા ૩] યોગાત્મા | દ્રવ્ય, ઉપયોગ, દર્શન, વીર્ય જ્ઞાન, ચારિત્ર, કષાય ૪ વિશેષાધિક ૪ ઉપયોગાત્મા દર્શન, દ્રવ્ય કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય | ઇ વિશેષાધિક-તુલ્ય ૫ | જ્ઞાનાત્મા ઉપયોગ, દર્શન, દ્રવ્ય કષાય, યોગ, ચારિત્ર, વીર્ય ૨ અનંતગુણા
દર્શનાત્મા ઉપયોગ, દ્રવ્ય કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય | વિશેષાધિક તુલ્ય | ચારિત્રાત્મા દ્રવ્ય, ઉપયોગ, જ્ઞાન, દર્શન, વીર્ય કષાય, યોગ
૧સર્વથી થોડા વીર્યાત્મા | દ્રવ્ય, ઉપયોગ, દર્શન | કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર | ૫ વિશેષાધિક