________________
શતક–૧૨ : ઉદ્દેશક–૧૦
૭૬૯
કાયાત્માને દર્શનાત્મા સાથે નિયત સંબંધ છે કારણ કે દર્શન રહિત જડ પદાર્થોમાં કાર્યોનો સર્વથા અભાવ છે. દર્શનાત્માને કષાયાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે, કારણ કે દર્શનાત્માવાળા જીવો સકથાયી અને અક્ષાથી બંને પ્રકારના હોય છે.
કપાયાત્મા અને ચારિત્રાત્માનો પરસ્પર વૈકલ્પિક સંબંધ છે. કારણ કે સકયાયી જીવો વિરત અને અવિરત બંને પ્રકારના હોય છે. તે જ રીતે ચારિત્ર સંપન્ન આત્મા સકષાયી અને અકષાયી બંને પ્રકારના હોય છે. કપાયાત્માને વીર્યાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે વીર્ય રહિત જીવોને કષાયનો અભાવ હોય છે. વીયાંત્માને કષાયાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે વીર્ય સહિતના જીવો સકાયી અને અક્ષાયી બંને પ્રકારના હોય છે.
સારાંશ એ છે કે કષાયાત્માનો યોગાત્મા, ઉપયોગાત્મા, દર્શનાત્મા અને વીર્યાત્મા સાથે નિયત સંબંધ છે અને જ્ઞાનાત્મા અને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે.
યોગાત્મા :– યોગાત્માને ઉપયોગાત્મા સાથે નિયત સંબંધ છે. સર્વ સયોગી જીવોમાં ઉપયોગ અવશ્ય હોય છે પરંતુ ઉપયોગાત્માને યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે, અયોગી કેવળી અને સિદ્ધોમાં ઉપયોગાત્મા હોવા છતાં યોગાત્મા નથી.
યોગાત્માને જ્ઞાનાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે મિથ્યાદષ્ટિ જીવોમાં યોગાત્મા હોવા છતાં જ્ઞાનાત્મા નથી. આ રીતે જ્ઞાનાત્માનો પણ યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અયોગી કેવળી અને સિદ્ધોને જ્ઞાનાત્મા હોવા છતાં યોગાત્મા નથી. યોગાત્માનો દર્શનાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે સર્વ જીવોમાં દર્શનાત્મા હોય જ છે, પરંતુ દર્શનાત્માને યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે દર્શનયુક્ત જીવો સયોગી અને અયોગી બંને પ્રકારના હોય છે.
યોગાત્માને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. સયોગી જીવો ચારિત્રસંપન્ન જ હોય તેવું એકાંતે નથી. કારણ કે પાંચ ગુણસ્થાન સુધીના યોગાત્મામાં ચારિત્રાત્મા નથી. ચારિત્રાત્માને પણ યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો ચારિત્રસંપન્ન હોવા છતાં અયોગી હોય છે.
યોગાત્માનો વીયાંત્મા સાથે નિયત સંબંધ છે. યોગ હોય તેને વીર્ય હોય જ છે. વીયાત્માને યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોમાં વીર્યાત્મા તો છે, પરંતુ યોગાત્મા નથી.
સારાંશ એ છે કે યોગાત્માનો ઉપયોગાત્મા, દર્શનાત્મા અને વીર્યાત્મા સાથે નિયત સંબંધ છે અને પાયાત્મા, જ્ઞાનાત્મા અને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે.
ઉપયોગાત્મા :– ઉપયોગાત્માને જ્ઞાનાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે મિથ્યાદષ્ટિ જીવોમાં ઉપયોગાત્મા હોવા છતાં પણ જ્ઞાનાત્મા નથી, જ્ઞાનાત્માનો ઉપયોગાત્મા સાથે નિયત સંબંધ હોય છે.
ઉપયોગાત્મા અને દર્શનાત્માનો પરસ્પર નિયત સંબંધ હોય છે. ઉપયોગાત્માને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અસંયતિ જીવોમાં પણ ઉપયોગાત્મા અવશ્ય હોય છે પરંતુ ચારિત્રાત્મા નથી, ચારિત્રાત્માનો ઉપયોગાત્મા સાથે નિયત સંબંધ છે. ઉપયોગાત્મામાં વીયંત્માની ભજના છે કારણ કે સિદ્ધોમાં ઉપયોગાત્મા હોવા છતાં પણ વીર્યાત્મા નથી, વીર્યાત્માનો ઉપયોગાત્મા સાથે નિયત સંબંધ છે.