________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૧૦
[ ૭૬૭ |
સાથે ત્યાર પછીના પાંચ આત્માની વક્તવ્યતાનું કથન કરવું જોઈએ.
જે રીતે દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી, તે જ રીતે ઉપયોગાત્માની વક્તવ્યતા તે પછીના ચાર આત્માની સાથે કહેવી જોઈએ.
જેને જ્ઞાનાત્મા હોય છે તેને દર્શનાત્મા અવશ્ય હોય છે અને જેને દર્શનાત્મા હોય છે, તેને જ્ઞાનાત્મા વિકલ્પ હોય છે. જેને જ્ઞાનાત્મા હોય છે, તેને ચારિત્રાત્મા વિકલ્પ હોય છે અને જેને ચારિત્રાત્મા હોય છે તેને જ્ઞાનાત્મા અવશ્ય હોય છે. જ્ઞાનાત્મા અને વર્યાત્માનો પારસ્પરિક સંબંધ વિકલ્પ હોય છે.
જેને દર્શનાત્મા હોય છે, તેને ઉપરના બે આત્મા અર્થાતું ચારિત્રાત્મા અને વીર્યાત્મા તે બંને વિકલ્પ હોય છે અને જેને ચારિત્રાત્મા અને વીર્યાત્મા હોય છે, તેને દર્શનાત્મા અવશ્ય હોય છે.
જેને ચારિત્રાત્મા હોય છે તેને વીર્યાત્મા અવશ્ય હોય છે અને જેને વીર્યાત્મા હોય છે, તેને ચારિત્રાત્મા કદાચિતુ હોય છે અને કદાચિતુ નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આઠે ય આત્મામાં પરસ્પર નિયમો અને ભજનાનો સંબંધ દર્શાવ્યો છે યથા
દ્વવ્યાત્મામાં– (૧) ઉપયોગાત્મા (૨) દર્શનાત્માની નિયમા હોય છે અને (૧) કષાયાત્મા (૨) યોગાત્મા (૩) જ્ઞાનાત્મા (૪) ચારિત્રાત્મા (૫) વીર્યાત્માની ભજના હોય છે.
કષાયાત્મામાં– (૧) દ્રવ્યાત્મા (૨) યોગાત્મા (૩) ઉપયોગાત્મા (૪) દર્શનાત્મા (૫) વીર્યાત્માની નિયમા હોય છે અને (૧) જ્ઞાનાત્મા (૨) ચારિત્રાત્માની ભજના હોય છે.
યોગાત્મામાં– (૧) દ્રવ્યાત્મા (૨) કષાયાત્મા (૩) ઉપયોગાત્મા (૪) દર્શનાત્મા (૫) વિર્યાત્માની નિયમા હોય છે અને (૧) જ્ઞાનાત્મા (૨) ચારિત્રાત્માની ભજના હોય છે.
ઉપયોગાત્મામાં– (૧) દ્રવ્ય આત્મા (૨) દર્શનાત્માની નિયમા હોય છે. શેષ પાંચ આત્માની ભજના હોય છે.
જ્ઞાનાત્મામાં– (૧) ઉપયોગાત્મા (૨) દર્શનાત્મા (૩) દ્રવ્યાત્માની નિયમા હોય છે. (૧) કષાયાત્મા (૨) યોગાત્મા (૩) ચારિત્રાત્મા (૪) વીર્યાત્માની ભજના હોય છે.
દર્શનાત્મામાં– (૧) ઉપયોગાત્મા (૨) દ્રવ્યાત્માની નિયમા હોય છે. શેષ પાંચ આત્માની ભજના હોય છે.
ચારિત્રાત્મામાં- (૧) દ્રવ્યાત્મા (૨) ઉપયોગાત્મા (૩) જ્ઞાનાત્મા (૪) દર્શનાત્મા (૫) વિર્યાત્માની નિયમા હોય છે (૧) કષાયાત્મા (૨) યોગાત્માની ભજના હોય છે.
દ્રવ્યાત્મા:- દ્રવ્યાત્માનો કષાયાત્મા સાથેનો સંબંધ વૈકલ્પિક છે. કારણ કે દ્રવ્યાત્મા જીવ દ્રવ્યરૂપ છે. તે