________________
શ્રી ભગવતી સૂત્ર–૩
(૫) શાન-આત્મા :– મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનના અસ્તિત્વયુક્ત આત્મા જ્ઞાનાત્મા છે. સમ્યગ્દષ્ટિ જીવોને જ્ઞાનાત્મા હોય છે.
૭૬૪
(૬) દર્શન-આત્મા :– ચક્ષુ આદિ ચાર દર્શનના અસ્તિત્વયુક્ત આત્મા દર્શન આત્મા છે. સર્વ જીવોને દર્શનાત્મા હોય છે.
(૭) ચારિત્ર-આત્મા :– પાંચ ચારિત્રમાંથી કોઈપણ ચારિત્ર યુક્ત આત્મા ચારિત્ર-આત્મા છે. સર્વવિરિત જીવોને ચારિત્ર-આત્મા હોય છે.
(૮) વીર્યાત્મા :– ઉત્થાનાદિ રૂપ પરાક્રમથી યુક્ત આત્મા વીર્યાત્મા છે. સર્વ સંસારી જીવોને વીર્યાત્મા હોય છે. સિદ્ધોમાં વીર્યાત્મા નથી. કારણ કે તે કૃતકૃત્ય થઈ ગયા છે. તેઓને કંઈ જ કરવાનું શેષ નથી.
આ રીતે ઉપરોક્ત આઠ પ્રકારની આત્માની અવસ્થાઓમાં દ્રવ્યાત્મા જીવ દ્રવ્યરૂપ છે. જ્ઞાનાત્મા, દર્શનાત્મા અને ઉપયોગાત્મા તેના ગુણરૂપ છે. કષાયાત્મા અને યોગાત્મા તેની વૈભાવિક અવસ્થા છે. ચારિત્રાત્મા શરીરના સંયોગજન્ય શુભ પરિણતિરૂપ છે અને વીર્યાત્મા તેની શારીરિક, માનસિક આદિ શક્તિના પ્રવર્તનરૂપ છે. તેથી જ સિદ્ધોમાં ચારિત્રાત્મા અને વીર્યાત્માનો નિષેધ છે. ત્યાં સ્વરૂપાચરણ રૂપ ચારિત્ર અને અંતરાયકર્મના યજન્ય અનંત આત્મ સામર્થ્ય હોય છે.
આઠ આત્માનો પરસ્પર સંબંધ :
२ जस्स णं भंते! दवियाया तस्स कसायाया, जस्स कसायाया तस्स दवियाया ? गोयमा ! जस्स दवियाया तस्स कसायाया सिय अत्थि सिय णत्थि, जस्स पुण कसायाया तस्स दवियाया नियमं अस्थि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જેને દ્રવ્યાત્મા હોય છે, તેને કષાયાત્મા હોય છે અને જેને કષાયાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેને દ્રવ્યાત્મા હોય છે, તેને કષાયાત્મા કદાચિત્ હોય છે અને કદાચિત્ નથી. પરંતુ જેને કષાયાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય છે.
રૂ નસ્લ ળ મતે ! વિયાયા તક્ષ્ણ ગોળાયા, પુચ્છા ?
गोयमा ! जहा दवियाया कसायाया भणिया तहा दवियाया जोगाया भाणियव्वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જેને દ્રવ્યાત્મા હોય છે, તેને યોગાત્મા હોય છે અને જેને યોગાત્મા હોય છે તેને વ્યાત્મા હોય છે ?
ઉત્ત૨–૩ ગૌતમ ! જે રીતે દ્રવ્યાત્મા અને કષાયાત્માનો સંબંધ કર્યો છે, તે જ રીતે દ્રવ્યાત્મા અને યોગાત્માનો સંબંધ કહેવો જોઈએ.