________________
શતક-૧૨: ઉદ્દેશક-૧૦
૭૯
શતક-૧ર : ઉદ્દેશક-૧૦
આત્મા
આત્માના પ્રકાર :
| १ | कइविहा णं भंते ! आया पण्णत्ता ?
गोयमा ! अट्ठविहा आया पण्णत्ता, तं जहा- दवियाया, कसायाया, जोगाया, उवओगाया, णाणाया, दसणाया, चरित्ताया, वीरियाया । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આત્માના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ ! આત્માના આઠ પ્રકાર છે. યથા– (૧) દ્રવ્ય આત્મા, (૨) કષાય આત્મા (૩) યોગ આત્મા, (૪) ઉપયોગ આત્મા, (૫) જ્ઞાન આત્મા, (૬) દર્શન આત્મા, (૭) ચારિત્ર આત્મા (૮) વિર્યાત્મા.
વિવેચન :આત્મા :- (૧) અતિ તિ આત્મા ! જે નિરંતર અન્ય અન્ય પર્યાયોને પ્રાપ્ત કરે છે, તે આત્મા છે (૨) ગત્યર્થક સર્વ ધાતુ જ્ઞાનાર્થક છે. તેથી 'અ' નો અર્થ જ્ઞાન થાય છે. આ અર્થ અનુસાર જેમાં ઉપયોગ અર્થાત્ બોધરૂપ વ્યાપાર પ્રાપ્ત થાય છે, તે આત્મા છે. ઉપયોગની અપેક્ષાએ સામાન્ય રૂપે આત્મા એક જ છે. પરંતુ તેના વિશિષ્ટ ગુણો અને વિશિષ્ટ અવસ્થાના આધારે આઠ પ્રકાર કહ્યા છે.
(૧) દ્વવ્યાત્મા :- ત્રિકાલવર્તી અસંખ્ય પ્રદેશાત્મક આત્મ દ્રવ્ય દ્રવ્યાત્મા છે. ત્યારે તેમાં કષાય, યોગ આદિ પર્યાય ગૌણ કરવામાં આવે છે. દ્રવ્યાત્મા સર્વ જીવોને હોય છે.
(૨) કષાયાત્મા :- ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય યુક્ત આત્માને કષાયાત્મા કહે છે. ઉપશાંત કષાયી અને ક્ષીણ કષાયી જીવોને છોડીને શેષ સર્વ સંસારી જીવોને કષાયાત્મા હોય છે. (૩) યોગાત્મા?- મન, વચન અને કાયાના વ્યાપારને યોગ કહે છે. યોગ યુક્ત આત્માને યોગાત્મા કહે છે. સયોગી સર્વ જીવોને યોગાત્મા હોય છે, અયોગી કેવળી અને સિદ્ધોને યોગાત્મા હોતો નથી.
(૪) ઉપયોગ આત્મા – જ્ઞાન અને દર્શનના ઉપયોગમાં ઉપયુક્ત આત્માને ઉપયોગ આત્મા કહે છે. ઉપયોગ આત્મા સિદ્ધ અને સંસારી સર્વ જીવોને હોય છે.