________________
૭૨
શ્રી ભગવતી સૂત્ર-૩
દ્વિપ્રદેશી સ્કંધમાં છ ભંગ થાય છે. તેમાં ત્રણ ભંગ અસંયોગી છે. (૧) કથંચિત્ સત્-આત્મ રૂપ (૨) કથંચિત્ અસતુ-નોઆત્મરૂપ (૩) કથંચિત્ અવક્તવ્ય. દ્ધિપ્રદેશી કંધના બંને પરમાણુમાં ભિન્ન | ભિન્ન વિવક્ષા કરીએ, તો દ્વિસંયોગી ત્રણ ભંગ બને છે. (૪) દ્વિપ્રદેશી સ્કંધમાં એક પરમાણુ આત્મરૂપ બીજો પરમાણુ અનાત્મ રૂપ છે. તેથી કથંચિત્ આત્મ-અનાત્મરૂપ ચોથો ભંગ થાય છે. આ રીતે (૫) કથંચિત્ આત્મરૂપ-અવક્તવ્ય અને (૬) કથંચિત્ નોઆત્મ રૂપ અવક્તવ્ય. આ રીતે છ ભંગ થાય છે. ત્રિષદેશી સ્કધમાં :- ૧૩ ભંગ થાય છે. તેમાં પૂર્વવત ત્રણ અસંયોગી, સાત દ્વિસંયોગી અને ત્રણ ભંગ ત્રિસંયોગી થાય છે.
આ રીતે ચારપ્રદેશી સ્કંધના ૧૯, પાંચપ્રદેશી સ્કંધમાં રર ભંગ, ત્યારપછી છ પ્રદેશથી અનંતપ્રદેશી સ્કંધમાં ૨૩ ભંગ થાય છે.
આ રીતે આ ઉદ્દેશકમાં વિવિધ વિકલ્પોથી વસ્તુનું સ્વરૂપ સિદ્ધ કર્યું છે. જૈન દર્શનના સ્યાદ્વાદના સિદ્ધાંતની પ્રરૂપણા આ ઉદ્દેશકની વિશિષ્ટતા છે.