________________
શતક–૧૨ : ઉદ્દેશક-૧૦
૭૧
શતક-૧ર : ઉદ્દેશક-૧૦
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં આત્માની વિવિધ અવસ્થાઓની અપેક્ષાએ તેના આઠ પ્રકાર, તેનો પરસ્પર સંબંધ, રત્નપ્રભા આદિ પ્રત્યેક સ્થાનના આત્મત્વ સંબંધી પૃચ્છા, તેમજ પરમાણુથી અનંતપ્રદેશી સ્કંધના અસ્તિત્વ વિષયક વિવિધ વિકલ્પોથી પ્રશ્નોત્તર ઇત્યાદિ વિષયો નિરૂપિત છે.
* આત્મા ઃ- જે ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન, દર્શનના સ્વભાવવાળો છે, તે આત્મા છે. તે ત્રિકાલ શાશ્વત એક અખંડ દ્રવ્ય છે. તેમ છતાં તેમાં થતી વિવિધ અવસ્થાઓ કે તેના ગુણોની અપેક્ષાએ તેના આઠ પ્રકાર દર્શાવ્યા છે—
(૧) દ્રવ્યાત્મા-આત્મદ્રવ્ય (૨) કષાયાત્મા- ચાર કષાયમાં પરિણત આત્મા (૩) યોગાત્મા– ત્રણેય યોગમાં પરિણત આત્મા (૪) ઉપયોગાત્મા- જ્ઞાન અથવા દર્શનમાં ઉપયુક્ત, ઉપયોગ સંલગ્ન આત્મા (૫) જ્ઞાનાત્મા– જ્ઞાન યુક્ત આત્મા (૬) દર્શન આત્મા- દર્શન યુક્ત આત્મા (૭) ચારિત્રાત્મા– ચારિત્ર સંપન્ન આત્મા (૮) વીર્યાત્મા- પુરુષાર્થ સંયુક્ત આત્મા. આ આઠે ય આત્માઓ પરસ્પર સાપેક્ષ છે. સૂત્રમાં દરેક આત્માનો પરસ્પર સંબંધ દર્શાવ્યો છે.
આત્માઓની ક્રમિક અલ્પાધિકતા આ પ્રમાણે છે— યથા– (૧) સર્વથી થોડા ચારિત્રાત્મા (૨) તેનાથી જ્ઞાનાત્મા અનંતગુણા (૩) તેનાથી કષાયાત્મા અનંતગુણા (૪) તેનાથી યોગાત્મા વિશેષાધિક (૫) તેનાથી વીર્યાત્મા વિશેષાધિક (૬) તેનાથી દ્રવ્યાત્મા (૭) દર્શનાત્મા (૮) ઉપયોગાત્મા પરસ્પર તુલ્ય, પૂર્વથી વિશેષાધિક છે.
આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન તે આત્મ સ્વભાવ છે. તેથી તે આત્મસ્વરૂપ છે. સમકિતીનો બોધ, જ્ઞાન કહેવાય અને મિથ્યાત્વીનો બોધ, અજ્ઞાન કહેવાય છે. જ્ઞાન કે અજ્ઞાન બંને આત્મ પરિણામ જ છે. પરંતુ અજ્ઞાન મિથ્યાત્વભાવિત આત્મ પરિણામ છે.
રત્નપ્રભા પૃથ્વી આદિ પ્રત્યેક સ્થાન સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધરાવે છે, અર્થાત્ તે સત્ સ્વરૂપ-આત્મ સ્વરૂપ છે. પરંતુ તે પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત્ સ્વરૂપ નથી અસત્ સ્વરૂપ-અનાત્મ રૂપ છે. આ રીતે સત્ અને અસત્ બંને પદાર્થના સહભાવી ગુણધર્મો છે. તેથી કોઈ પણ પદાર્થ (૧) કશ્ચચત્ સત્ (૨) કચિત્ અસત્ છે. (૩) જ્યારે આ બંને વિવક્ષા એકી સાથે કરીએ તો તેનું કથન શક્ય નથી તેથી તે કોઁચતુ અવક્તવ્ય છે. આ રીતે પ્રત્યેક સ્થાનમાં આ ત્રણ ભંગ ઘટિત થાય છે.
પરમાણુ પુદ્દગલમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે.