________________
શતક-૮: ઉદ્દેશક-૧
| ૧૫ |
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्तग-असुरकुमारा य, अपज्जत्तगअसुरकुमारा य, एवं जाव थणियकुमारा पज्जत्तगा य अपज्जत्तगा य भाणियव्वा ।
एवं एएणं अभिलावेणं दुयएणं भेएणं पिसाया जाव गंधव्वा । चंदा जाव ताराविमाणा । सोहम्मकप्पोवगा जाव अच्चुओ; हेट्ठिम हेट्ठिम गेविज्ज-कप्पाईयं जाव उवरिम उवरिम-गेविज्ज-कप्पाईयं । एवं विजय-अणुत्तरोववाइय-कप्पाईयं जाव अपराजिय-अणुत्तरोववाइय-कप्पाईयं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર ભવનવાસી દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર–હે ગૌતમ! તેના બે પ્રકાર છે. યથા-પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ અને અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ. તે જ રીતે સ્વનિતકુમાર ભવનવાસી દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ પર્યત પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત, આ બે-બે ભેદ કહેવા જોઈએ.
આ જ રીતે બે-બે ભેદ કરતાં પિશાચથી ગંધર્વો પર્યત વાણવ્યંતર દેવોના, ચંદ્રથી તારા પર્યત જ્યોતિષી દેવોના, સૌધર્મ કલ્પોપપન્નકથી અશ્રુત કલ્પપપન્નક પર્યત કલ્પોપપન્નક વૈમાનિક દેવોના અને અધતન અધતન રૈવેયક કલ્પાતીતથી ઉપરિતન શૈવેયક કલ્પાતીત દેવો અને વિજય અનુત્તરોપપાતિક કલ્પાતીતથી અપરાજિત અનુત્તરોપપાતિક કલ્પાતીત પર્યત કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત યુગલોના અને તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે-બે ભેદ કહેવા જોઈએ. २५ सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय-कप्पाईय, पुच्छा ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय कप्पाईय परिणया य अपज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइयकप्पाईय परिणया य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત દેવ પ્રયોગ પરિણત પુગલ અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત દેવ પ્રયોગ પરિણત પુગલ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પ્રથમ કાર કથિત જીવ ભેદના પર્યાપ્ત અને અપર્યાપ્ત તે પ્રમાણે પ્રભેદ કરી પ્રયોગ પરિણત પુદ્ગલનું કથન કર્યું છે.
પ્રથમ દ્વારમાં ૮૧ ભેદથી કથન કર્યું છે. તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્ત બે-બે ભેદ કરતાં