________________
શતક-૧૨: ઉદ્દેશક-૯ ,
૭૫૭ |
દેવપણે ઉત્પન્ન થાય ત્યારે ભાવદેવ બને છે. દેવભવની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે. તે સ્થિતિને પૂર્ણ કરીને કોઈ જીવ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને ત્યાં અંતર્મુહૂર્ત પછી તે ફરી દેવાયુનો બંધ કરે તો ભવિક દ્રવ્યદેવનું જઘન્ય અંતર દેવભવના ૧૦,000 વર્ષ અને તિર્યંચ પંચેન્દ્રિયના ભવનું અંતર્મુહૂર્ત અધિક થાય છે.
આ રીતે સૂત્રપાઠના આધારે સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત પ્રકરણમાં દેવભવના આયુષ્ય બંધ પછી જ તેને ભવિક દ્રવ્યદેવ કહ્યો છે.
ભવિકદ્રવ્ય દેવનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે. તે મરીને દેવ થાય, ત્યાંથી ચ્યવને વનસ્પતિ આદિમાં અનંતકાલ વ્યતીત કરીને પુનઃ મનુષ્ય, તિર્યંચમાં ભવિક દ્રવ્યદેવ બને, તે અપેક્ષાએ અનંતકાલનું અંતર થાય છે. ગUUM સી સી વર્ષ :- નરદેવનું જઘન્ય અંતર કંઈક અધિક એક સાગરોપમનું છે. યથા– ચક્રવર્તી મરીને પ્રથમ નરકમાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થાય, ત્યાંનું આયુ પૂર્ણ કરીને પુનઃ ચક્રવર્તીપણે ઉત્પન્ન થાય પરંતુ જ્યારે ચક્રરત્ન ઉત્પન્ન થાય ત્યારે જ તે ચક્રવર્તી કહેવાય છે. ચક્રરત્ન ઉત્પન્ન ન થાય ત્યાં સુધીના કાલને અંતરમાં ગણતા કંઈક અધિક એક સાગરોપમનું અંતર થાય છે.
કોઈ જીવ સમ્યગ્દષ્ટિ થઈને પછી ચક્રવર્તી પદ પ્રાપ્ત કરે, ત્યારપછી અર્ધ પુલ પરાવર્તન કાલ પર્યત સંસાર પરિભ્રમણ કરે, કારણ કે સમ્યગુષ્ટિ જીવોનું સંસાર ભ્રમણ ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તન હોય છે. ત્યાર પછી પુનઃ સમ્યકત્વ પ્રાપ્ત કરીને ચક્રવર્તીપણ પ્રાપ્ત કરે તો તેનું ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાલનું થાય છે. ધર્મદેવનું અંતર - ધર્મદેવનું જઘન્ય અંતર અનેક પલ્યોપમનું છે. યથા– કોઈ ધર્મદેવ(ચારિત્ર યુક્ત સાધુ) સૌધર્મ દેવલોકમાં અનેક (બે) પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય, ત્યાંથી ચ્યવને મનુષ્ય ભવને પ્રાપ્ત કરે. ત્યાં સાધિક આઠ વર્ષે (ગર્ભ સહિત નવ વર્ષે) ચારિત્ર અંગીકાર કરે, આ અપેક્ષાએ જઘન્ય અંતર અનેક (બે) પલ્યોપમનું છે. ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધ પુગલ પરાવર્તનનું છે. ભાદેવનું અંતર - ભાવદેવનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે. યથા–દેવ મરીને અંતઃમુહૂર્તની સ્થિતિએ તિર્યંચ પંચેન્દ્રિયમાં રહીને પુનઃ દેવ થઈ શકે છે. તેથી જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે. યથા– દેવ મરીને પૃથ્વી આદિમાં જન્મ ધારણ કરીને વનસ્પતિમાં જાય. ત્યાં અનંતકાલ વ્યતીત કરીને મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયનો ભવ પ્રાપ્ત કરીને પુનઃ દેવ થાય તો ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું થાય છે.
દેવોનું અNબહુત:३६ एएसि णं भंते ! भवियदव्वदेवाणं, णरदेवाणं जाव भावदेवाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा?