________________
૭૫૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! सव्वत्थोवा णरदेवा, देवाहिदेवा संखेज्जगुणा, धम्मदेवा संखेज्जगुणा, भवियदव्वदेवा असंखेज्जगुणा, भावदेवा असंखेज्जगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! આ ભવિક દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા નરદેવ છે, તેનાથી દેવાધિદેવ સંખ્યાતગુણા છે, તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણા, તેનાથી ભવિક દ્રવ્ય દેવ અસંખ્યાતગુણા અને તેનાથી ભાવદેવ અસંખ્યાતગુણા છે. |३७ एएसि णं भंते ! भावदेवाणं भवणवासीणं, वाणमंराणं, जोइसियाणं, वेमाणियाणं सोहम्मगाणं जाव अच्चुयगाणं, गेवेज्जगाणं, अणुत्तरोववाइयाण य कयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा अणुत्तरोववाइया भावदेवा, उवरिमगेवेज्जा भावदेवा संखेज्जगुणा, मज्झिमगेवेज्जा संखेज्जगुणा, हेट्ठिमगेवेज्जा संखेज्जगुणा, अच्चुए कप्पे देवा संखेज्जगुणा जाव आणयकप्पे देवा संखेज्जगुणा, एवं जहा जीवाभिगमे तिविहे देवपुरिसे अप्पाबहुयं जाव जोइसिया भावदेवा असंखेज्जगुणा ॥ सेवं અંતે સેવ મંતે ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિકમાં સૌધર્મ, ઈશાનથી અશ્રુત પર્વતના બાર દેવલોક, રૈવેયક અને અનુત્તરોપપાતિક રૂપ ભાવદેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા અનુત્તરોપપાતિક ભાવવો છે, તેનાથી ઉપરના રૈવેયકના ભાવદેવો સંખ્યાતગુણા છે, તેનાથી મધ્યમ ગ્રેવેયકના ભાવદેવો સંખ્યાતગુણા છે, તેનાથી નીચેની રૈવેયકના ભાવદેવો સંખ્યાતગુણા છે. તેનાથી અશ્રુતકલ્પના દેવો સંખ્યાતગુણા છે પાવતુ આનત કલ્પના દેવો સંખ્યાતગુણા છે. જે રીતે જીવાભિગમ સૂત્રની બીજી પ્રતિપત્તિના ત્રિવિધ જીવાધિકારમાં દેવ પુરુષોનું અલ્પબદુત્વ કહ્યું છે, તે જ રીતે અહીં પણ “જ્યોતિષી ભાવદેવો અસંખ્યાતગુણા છે” ત્યાં સુધી કહેવું જોઈએ. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
(૧) સર્વથી થોડા નરદેવ છે કારણ કે પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલમાં પ્રત્યેક ભરત અને ઐરાવત ક્ષેત્રમાં બાર-બાર જ ચક્રવર્તી ક્રમશઃ થાય છે. પૃચ્છા સમયે તો દરેક ક્ષેત્રમાં એક જ ચક્રવર્તી હોઈ શકે છે. અને મહાવિદેહ ક્ષેત્ર સર્વ વિજયોમાં એક સાથે ચક્રવર્તી ઉત્પન્ન થતા નથી. એક મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયોમાંથી એક સાથે ઉત્કૃષ્ટ ૨૮ વિજયમાં ચક્રવર્તી અને ચાર વિજયમાં વાસુદેવ હોય છે.