________________
૭૫
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભવિકદ્રવ્ય દેવનું અંતર કેટલા કાલનું હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલ અર્થાત્ વનસ્પતિકાલ પર્યંતનું અંતર હોય છે.
| ३२ णरदेस्स णं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं साइरेगं सागरोवमं, उक्कोसेणं अनंतं कालं - अवड्डुं पोग्गलपरियट्टं देसूणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નરદેવનું અંતર કેટલા કાલનું છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય કંઈક અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ અનંતકાલ, દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પર્યંતનું હોય છે. | ३३ धम्मदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! जहण्णेणं पलिओवमपुहुत्तं, उक्कोसेणं अनंतं कालं - अवड्डुं पोग्गलपरियट्टं देसूणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ધર્મદેવનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અનેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન પર્યંતનું હોય છે.
३४ देवाहिदेवाणं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! णत्थि अंतरं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવાધિદેવનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! દેવાધિદેવનું અંતર નથી.
| ३५ भावदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं - वणस्सइकालो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવદેવનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યંતનું અંતર હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચે ય પ્રકારના દેવોનું અંતર બતાવ્યું છે અર્થાત્ તે દેવપણાના ભાવને છોડયા પછી પુનઃ કેટલા કાલ પછી તે જ દેવપણાના ભાવને પ્રાપ્ત કરે છે ? તે કાલમાનને અંતર કહે છે. શેષ સંપૂર્ણ કથન સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
जहण्णेणं दसवास सहस्साइं अंतोमुहुत्तमब्भहियाई ઃ– દેવ ભવનું આયુષ્ય બાંધ્યા પછી જીવ ભવિક દ્રવ્ય દેવ કહેવાય છે. આ અપેક્ષાએ તેનું જઘન્ય અંતર પણ દસ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક કહ્યું છે.
દેવભવના આયુષ્ય બંધ પછી તેના મૃત્યુ પર્યંત તે ભવિકદ્રવ્યદેવ કહેવાય છે. તે આયુષ્ય પૂર્ણ કરી