________________
શતક–૧૨ : ઉદ્દેશક ૯
છે ? ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ભવિકદ્રવ્યદેવનું કથન કર્યું છે, તે જ પ્રકારે જાણવું જોઈએ.
વિવેચન :
૭૫૩
જે ભવિક દ્રવ્ય દેવ(મનુષ્ય, તિર્યંચ) અને ધર્મદેવ વૈક્રિય લબ્ધિ સંપન્ન હોય તો તે વિકુર્વણા કરી શકે છે નરદેવ તો વૈક્રિયલબ્ધિ સંપન્ન હોય છે, તેઓ એક કે અનેક, સમાન કે અસમાન, સંબદ્ધ કે અસંબદ્ધ આદિ રૂપોની વિકુર્વણા કરી શકે છે. ભાવદેવ વૈક્રિયલબ્ધિ સંપન્ન જ હોય છે. તે પોતાના વૈક્રિય સામર્થ્ય અનુસાર વિકુર્વણા કરે છે. દેવાધિદેવ અનંત શક્તિના ધારક છે, પરંતુ તે વીતરાગ હોવાથી છાપ્રસ્થિક સમુદ્દાત કરતા નથી. તેથી વિપુર્વણા પણ કરતા નથી.
દેવોની ગતિઃ
|२४ भवियदव्वदेवा णं भंते ! अनंतरं उव्वट्टित्ता कहिं गच्छंति, कहिं उववज्जंति ? किं णेरइएसु उववज्जंति जाव देवेसु उववज्जंति ?
गोयमा ! णो णेरइएसु उववज्जंति, णो तिरिक्खजोणिएसु, णो मणुस्सेसु; देवेसु उववज्जंति, जइ देवेसु उववज्जंति सव्वदेवेसु उववज्जंति जाव सव्वट्ठसिद्धत्ति । ભાવાર્થ :- પ્રશ્ન હે ભગવન્ ! ભવિકદ્રવ્યદેવ મરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાં, તિર્યંચોમાં, મનુષ્યોમાં કે દેવોમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે નૈરયિક, તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી પરંતુ દેવમાં ઉત્પન્ન થાય છે અને દેવોમાં પણ સર્વ દેવોમાં યાવત્ સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે.
२५ णरदेवा णं भंते ! अणंतरं उव्वट्टित्ता कहिं उववज्जंति पुच्छा ?
गोयमा ! णेरइएसु उववज्जंति, णो तिरिक्खजोणिएसु णो मणुस्सेसु णो देवेसु उववज्जति । जइ णेरइएसु उववज्जंति सत्तसु वि पुढवीसु उववज्जंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નરદેવ મરીને કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈયિકોમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચ, મનુષ્ય અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. નૈયિકોમાં પણ સાતે નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
| २६ धम्मदेवा णं भंते ! अनंतरं उव्वट्टित्ता कहिं उववज्जंति, पुच्छा ? गोयमा ! णो णेरइएसु उववज्जंति, णो तिरिक्खजोणिएसु णो मणुस्सेसु; देवेसु उववज्जंति ।