________________
૭૫૪
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ધર્મદેવ આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે નરક, તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી, દેવોમાં ઉત્પન્ન થાય છે. २७ जइ देवेसु उववज्जंति किं भवणवासिदेवेसु उववज्जंति पुच्छा ?
गोयमा ! णो भवणवासिदेवेसु उववज्जंति, णो वाणमंतर देवेसु, णो जोइसिय देवेसु, वेमाणियदेवेसु उववज्जंति, सव्वेसु वेमाणिएसु उववज्जंति जाव सव्वट्ठसिद्ध- अणुत्तरोववाइय वेमाणिय देवेसु उववज्जंति, अत्थेगइया सिज्झंति जाव सव्वदुक्खाणं अंतं करेंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો ધર્મદેવ, દેવોમાં ઉત્પન્ન થાય છે, તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી કે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થતા નથી. વૈમાનિક દેવોમાં જ ઉત્પન્ન થાય છે. વૈમાનિકોમાં પણ સર્વ વૈમાનિકદેવોમાં સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવો પર્યંતમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક ધર્મદેવ સિદ્ધ થઈને સમસ્ત દુઃખોનો અંત કરે છે.
२८ देवाहिदेवा अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति, कहिं उववज्जंति ? गोयमा ! सिज्झंति जाव सव्वदुक्खाणं अंत करेंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેવાધિદેવ આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં જાય છે ક્યાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે.
૨૨ ભાવવેવા ન મતે ! ગળતર વ્યદિત્તા, પુચ્છા ?
गोयमा ! जहा वक्कंतीए असुरकुमाराणं उववट्टणा तहा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવદેવ આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં અસુરકુમારોની ગતિનું(નીકળવાનું) કથન કર્યું છે, તે જ રીતે અહીં ભાવદેવોની ગતિનું કથન કરવું જોઈએ.
વિવેચન :
(૧) ભવ્ય દ્રવ્યદેવની ગતિ દેવની છે. કારણ કે તે જીવ ભવિષ્યમાં દેવભવને પ્રાપ્ત કરવાના સ્વભાવવાળો જ છે તેથી ચાર જાતિના દેવમાંથી કોઈ પણ દેવમાં ઉત્પન્ન થાય છે. (૨) નરદેવ– ચક્રવર્તીની