________________
૭૫૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
દેવાધિદેવની સ્થિતિ :- જઘન્ય ૭૨ વર્ષની છે. જેમ કે ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરની સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૮૪ લાખ પૂર્વની હોય છે. જેમ કે પ્રભુ ઋષભદેવની સ્થિતિ. ભાવદેવની સ્થિતિ - જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ(ભવનપતિ-વ્યંતરની અપેક્ષાએ) અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની (અનુત્તર વિમાનની અપેક્ષાએ) સ્થિતિ છે. દેવોની વિદુર્વણા:२१ भवियदव्वदेवा णं भंते! किं एगत्तं पभू विउवित्तए, पुहुत्तं पभू विउव्वित्तए ? __ गोयमा ! एगत्तं पिपभूविउव्वित्तए, पहुत्तं पिपभूविउव्वित्तए, एगत्तं विउव्वमाणे एगिदियरूवं वा जाव पंचिंदियरूवं वा, पुहुत्तं विउव्वमाणे एगिदियरूवाणि वा जाव पंचिंदियरूवाणिवा,ताईसंखेज्जाणि वा असंखेज्जाणिवा,संबद्धाणि वा असंबद्धाणि वा, सरिसाणि वा असरिसाणि वा विउव्वति, विउव्वित्ता तओ पच्छा अप्पणो जहिच्छियाई कज्जाई करैति । एवं णरदेवा वि । एवं धम्मदेवा वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભવિકદ્રવ્ય દેવ શું એકરૂપ અથવા અનેક રૂપોની વિદુર્વણા કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ ! ભવિકદ્રવ્ય દેવ એક રૂપ અથવા અનેક રૂપોની વિદુર્વણા કરવામાં સમર્થ છે. એક રૂપની વિદુર્વણા કરે, તો એક એકેન્દ્રિયના રૂપથી એક પંચેન્દ્રિય પર્યતના રૂપની વિદુર્વણા કરે છે અથવા અનેક રૂપની વિદુર્વણા કરે તો અનેક એકેન્દ્રિયના રૂપથી અનેક પંચેન્દ્રિય પર્યંતના રૂપની વિદુર્વણા કરે છે. તે રૂપ સંખ્યાત, અસંખ્યાત, સંબદ્ધ, અસંબદ્ધ, સમાન અથવા અસમાન હોય છે. તેનાથી તે પોતાનું યથેષ્ટ કાર્ય કરે છે. તે જ રીતે નરદેવ અને ધર્મદેવના વિષયમાં પણ સમજવું જોઈએ. २२ देवाहिदेवाणं पुच्छा? ___ गोयमा ! एगत्तं पि पभू विउव्वित्तए, पुहुत्तं पि पभू विउव्वित्तए, णो चेव णं संपत्तीए विउव्विसु वा विउव्विति वा विउव्विस्संति वा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! દેવાધિદેવ એક રૂપ અથવા અનેક રૂપોની વિદુર્વણા કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ ! એક રૂપ અથવા અનેક રૂપોની વિફર્વણા કરવામાં સમર્થ છે પરંતુ તેઓએ સંપ્રાપ્તિરૂપે કદાપિ વિફર્વણા કરી નથી, કરતા પણ નથી અને કરશે પણ નહીં. २३ भावदेवाणं पुच्छा ? जहा भवियदव्वदेवा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભાવદેવ શું એક રૂપ અથવા અનેક રૂપોની વિકુર્વણા કરવામાં સમર્થ