________________
શતક–૧૨ : ઉદ્દેશક-૯
વર્ષ અને ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની છે.
१८ धम्मदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी ।
૭૫૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ધર્મદેવોની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વ ક્રોડ વર્ષની છે.
१९ देवाहिदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं बावत्तरिं वासाइं, उक्कोसेणं चउरासीइं पुव्वसयसहस्साइं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવાધિદેવોની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ૭૨ વર્ષ અને ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની છે.
| २० भावदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવદેવની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે.
વિવેચન :
ભવિકદ્રવ્યદેવની સ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. દેવભવના આયુષ્યબંધ પછી જ તેને ભવિકદ્રવ્ય દેવ કહે છે. કોઈ જીવ પોતાના આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં જ દેવાયુનો બંધ કરે તો તેની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ ઘટિત થાય છે અને યુગલિકોની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ ઘટિત થાય છે. યુગલિકો પોતાના આયુષ્યના અંતિમ છ માસ શેષ રહે ત્યારે જ દેવાયુનો બંધ કરે છે પરંતુ યુગલિકોની દેવગતિ નિશ્ચિત હોવાથી સૂત્રકારે તેના દેવાયુ બંધની વિવક્ષા કર્યા વિના સંપૂર્ણ ભવની ત્રણ પલ્યોપમની સ્થિતિનું કથન કર્યું છે.
નરદેવ – (ચક્રવર્તી)ની સ્થિતિ :– જઘન્ય ૭૦૦ વર્ષની છે. યથા– બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તીની સ્થિતિ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની હોય છે. યથા– પ્રથમ ભરત ચક્રવર્તીની સ્થિતિ.
ધર્મદેવની સ્થિતિ ઃ– અંતર્મુહૂર્તનું આયુષ્ય શેષ રહે ત્યારે કોઈ મનુષ્ય ચારિત્ર અંગીકાર કરે તે અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અંતઃમુહૂર્તની છે અને ક્રોડપૂર્વના આયુષ્યવાળા મનુષ્ય સાતિરેક આઠ વર્ષ પછી ચારિત્ર અંગીકાર કરે તો ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વક્રોડ વર્ષની થાય છે. ક્રોડપૂર્વથી અધિક આયુષ્યવાળા યુગલિક મનુષ્યો હોય છે તેથી તે ચારિત્ર સ્વીકાર કરી શકતા નથી.